Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

અમેરિકા સાથે વાતચીત કરીને પરમાણુ કાર્યક્રમ બંધ કરવા માટે કિમ જોંગ તૈયાર

નવી દિલ્હી: ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને  દક્ષિણ કોરિયાના ઉચ્ચ અધિકારીઓને જણાવ્યું કે તે બને દેશો સાથે સંબંધને ઉત્સાહપૂર્વક આગળ લઇ જવાની સંપૂર્ણ તૈયારીમાં છે.જેથી કરીને રાષ્ટ્રીય એકત્રીકરણનો નવો ઇતિહાસ રચી શકાય.ઉત્તર કોરિયાઈ સંવાદ સમિતિ દ્વારા આ વાતની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે.ઉત્તર કોરિયા અને અમેરિકા એક-બીજા સાથે વાત કરવા માટે પ્રોત્સાહિત કરવાની આશા સાથે બુધવારના રોજ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રીય સુરક્ષા કાર્યાલયના પ્રમુખ ચુંગ ઇયુ યાંગના નેતૃત્વમાં 10 સદ્સ્યવાળા પ્રતિનિધિમંડળ ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગ પહોંચશે.

(8:29 pm IST)