Gujarati News

Gujarati News

News of Thursday, 6th February 2020

તુર્કીના ઈસ્તાંબુલમાં લેન્ડિંગ બાદ રન-વે પર લપસતા પ્લેનના ત્રણ ટૂકડા થયા : 120 જેટલા લોકો ઘાયલ

વાવાઝોડા અને ભારે વરસાદના કારણે વિમાન લેન્ડિંગ કરતું હતું તે સમયે રનવે પર લપસી ગયું

તુર્કીના ઈસ્તાંબુલમાં પ્લેન દુર્ઘટના સર્જાતા 120 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પ્લેન લેન્ડિંગ સમયે રનવે પર લપસી જતા દુર્ઘટના સર્જાઈ હતી. આ ભયંકર અકસ્માતના કારણે વિમાનના ત્રણ ટૂકડા થઈ ગયા હતા.

વાવાઝોડા અને ભારે વરસાદના કારણે વિમાન લેન્ડિંગ કરતું હતું તે સમયે રનવે પર લપસી ગયું હતું. જો કે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થયાના સમાચાર સામે આવ્યા નથી. પરંતુ 120 જેટલા લોકો ઘાયલ થયા છે. જેની હાલ સારવાર ચાલી રહી છે. વિમાનમાં 177 લોકો સવાર હોવાનું માનવામાં આવી રહ્યું છે.

(2:06 pm IST)