Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

આતંકી કૃત્ય?

પેરિસમાં ૮ માળની બિલ્ડીંગમાં આગઃ દસના મોતઃ ૩૦ ઘાયલ, ૫૦ને બચાવ્યા : મહિલાની ધરપકડ

 પેરિસ, તા.૫ ફેબ્રુઆરી, ૨૦૧૯, મંગળવાર પેરિસમાં એક એપાર્ટમેન્ટના આઠમા માળે આગ ફાટી નીકળતાં તેમાં દસ માણસો માર્યા ગયા હતા અને ૩૦ અન્યો દ્યાયલ થયા હતા. પોલીસે આને આતંકી હુમલો માનીને તપાસ શરૂ કરી હતી અને એક મહિલાની ધરપકડ કરી હતી.

દક્ષિણપૂર્વ પેરિસના સોળમાં રસ્તા પર આવેલી ઇમારતમાં રાત્રે એક વાગે આગ લાગી હતી. ફાયરફાઇટરોએ છત પર ચઢી ગયેલા લોકોને બચાવવા સીડીનો ઉપયોગ કર્યો હતો. 'અવિશ્વસનીય હિંસાની ઘટના'માં છ ફાયરફાઇટરો સહિત ૩૦ જણા દાઝી ગયા હતા. ૨૦૦ ફાયર ફાઇટર કામે લાગેલ

 'એમ વ્યકિતની ધરપકડ કરાઇ હતી અને તે મહિલા છે. હાલમાં તેને અમારી કસ્ટડીમાં રાખવામાં આવી છે'એમ પેરિસના પ્રોસીકયુટર રેમમી હેઇઝતે મંગળવારે સાંજે કહ્યું હતું.   આગ લગાડીને કોઇને મારી નાખવાના ગુનાની તપાસ હાથ ધરાઇ છે.

(3:31 pm IST)