Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

બ્યુટી-કોન્ટેસ્ટના ફાઇનલ રાઉન્ડમાં પહોંચી છોકરી તો છોકરો નીકળી

મોસ્કો, તા. ૬ :  ર૦૧૮ ની મિસ વચ્યુઅલ કઝાખિસ્તાન બ્યુટી-કોન્ટેસ્ટમાં અરિના અલિયેવા નામની બાવીસ વર્ષની એક કન્યાની એન્ટ્રી અવેલી, જે છેક ફાઇનલ રાઉન્ડ સુધી પહોંચી ગઇ. નવાઇની વાત એ છે કે કે ફાઇનલ રાઉન્ડમાં સિલેકટ થયા પછી ખબર પડી કે અરિના છોકરી નહીં, પણ છોકરો છે. અરિનાનું મુળન ામ એલી ડીઓગિલેવ છે. થોડા વખત પહેલા તે દોસ્ત સાથે ફીમેલ મોડલની બ્યુટી વિશે વાત કરતો હતો. એલીનું કહેવું હતું કે પહેલાંના જમાનાની યંગ મોડલ્સ વ્યકિતગત કરિશ્મા અને ઇન્ડિવિડયુઅલિટીને વધુ મહત્વ આપતી હતી. જયારે હવે ફેશન, મેક-અપ અને હેરસ્ટાઇલથી મોડલ બની જાય છે. આવી બ્યુટી તો કોઇ પણ મેળવી શકે. એલીનું કહેવું હતું હવે તો કોસ્મેટિકસને કારણે કદરૂપો માણસ પણ બ્યુટીફુલ દેખાઇ શકે છે. આ વાતે દોસ્તો સહમત ન થયા એટલે એલીએ ચેલેન્જ લીધી કે તે મેકઅપ અને કોસ્મેટિકસની મદદથી પોતાને બ્યુટીફુલ ગર્લ તરીકે પ્રેઝન્ટ કરશે. આ વાતને પ્રૂવ કરવા માટે તેણે કઝાખસ્તાનમાં થતી મિસ વર્ચ્યુઅલ કઝાખસ્તાન બ્યુટી કોન્ટેસ્ટ ર૦૧૮ની સ્પર્ધામાં ભાગ લીધો. એલી ૧૭ વર્ષની હતો ત્યારથી મોડલિંગ કરતો હતો અને એટલે તેનું ફિગર તો મેઇન્ટેન હતું જ જો કે એ પછી તેણે કોસ્મેટિકસનો પ્રયોગ કરીને પોતાના બહારના લૂકને એકદમ છોકરી જેવો કરી નાખ્યા. એલીને બદલે એરિના નામે તેણે પોતાની એન્ટ્રી બ્યુટી-કોન્ટેસ્ટ માટે મોકલી અને નાઇની વાત એ છે કે પબ્લીકનના તેને એટલા વોટ મળ્યા કે તે સ્પર્ધાના ફાઇનલ રાઉન્ડમાં પહોંચ્યા પછી તેણે એક વિડિયો રીલીઝ કર્યો અને પોતે છોકરો છે એ વાત જાહેર કર્યુ અને આમ કરવાનું કારણ પણ ઉજાગર કર્યુ. (૯.૪)

(11:45 am IST)