Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

રશિયા દ્વારા મહાવિનાશક મિસાઈલનું પરીક્ષણ કરાશે

અમેરિકા-યુરોપ દેશોના તણાવની વચ્ચે રશિયાનો દાવ : મિસાઈલ એક પ્રહારમાં ફ્રાંસનો ખાતમો બોલાવી શકે છે

મોસ્કો, તા. ૬ : અમેરિકા અને યૂરોપ ના દેશો સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે રશિયા પોતાની નવી મહાવિનાશક મિસાઈલનું પરીક્ષણ  કરવા જઈ રહ્યું છે. લગભગ ૧૦ હજાર કિલોમીટર સુધી આકરા પ્રહાર કરવામાં સક્ષમ એવી રશિયાની આ મિસાઈલ પરમાણું હથિયારો લઈ જવામાં પણ સક્ષમ છે. આ મિસાઈલની વિધ્વંશક ક્ષમતાનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકાય કે તે એક જ પ્રહારમાં આખે આખા ફ્રાંસનો ખાતમો બોલાવી શકે છે.

આ ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલાસ્ટિક મિસાઈલ (આઈસીબીએમ)નું નામ આરએસ-૧૮ સરમત છે. નાટો દેશ આ કિલર મિસાઈલને સટાન-૨ નામથી પણ જાણવામાં આવે છે. જાણો આ મિસાઈલને લઈને સંપૂર્ણ માહિતી.

આરએસ-૧૮ મિસાઈલ પોતાની સાથે એક સાથે વિશાળ થર્મોન્યૂક્લિયર બોમ્બ કે પછી ૧૬ નાના પરમાણું બોમ્બ લઈ જવામાં સક્ષમ છે. એટલુ જ નહીં રશિયાના સુરક્ષાબળો ઈચ્છે તો થર્મોન્યૂક્લિયર બોમ્બની સાથે નાના પરમાણું બોમ્બ પર ફિટ કરીને આ મિસાઈલને છોડી શકે છે. રશિયાના રક્ષા મંત્રાલયના જણાવ્યા પ્રમાણે પોતાની ભયંકર પ્રહાર ક્ષમતાના કારણે આ મિસાઈલ દુશ્મન દેશોના એર ડિફેંસ સિસ્ટમનો પણ નાશ વાળી શકે છે. આ મિસાઈલનું વજન જ ૧૦૦ ટન છે અને તે ૧૦,૦૦૦ કિલોમીટર સુધી પ્રહાર કરી શકે છે. તેના એક જ વારમાં આખેઆખુ ફ્રાંસ રાખ બની શકે છે. આરસી-૧૮ દુનિયાની સૌથી ભારે મિસાઈલ છે .

રશિયા આ પરીક્ષણ એવા સમયે કરવા જઈ રહ્યું છે જ્યારે રશિયાના રક્ષામંત્રીએ દેશના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને જણાવ્યું હતું કે, તે ડિસેમ્બર મહિનામાં નવી હાઈપરસોનિક મિસાઈલ અનેક ટેસ્ટ તે ઓપરેશનલ થઈ ગઈ છે. રશિયાના અધિકારીએ જણાવ્યું છે કે, સરમત મિસાઈલ ૨૦૨૨ સુધી સ્ટ્રેટેજિક મિસાઈલ ફોર્સમાં શામેલ થઈ જશે. રશિયાના ઉપરક્ષા મંત્રી એલેક્સી ક્રિવોરૂચકોએ જણાવ્યું હતું કે, આરએસ-૧૮ મિસાઈલનું ગમે તે ઘડીએ ટેસ્ટ થઈ શકે છે. તેમણે કહ્યું હતું કે, આ મિસાઈલનો હથિયારોથી અલગ થવાનો ટેસ્ટ સફળ રહ્યો છે. નજીકના ભવિષ્યમાં મિસાઈલનું ફ્લાઈટ ટેસ્ટ કરવામાં આવશે.

રશિયાના ઉપ રક્ષામંત્રીએ કહ્યું હતું કે, સરમત મિસાઈલ એટલી તો ઘાતક છે કે, કોઈ પણ મિસાઈલ ડિફેંસ હથિયાર, પછી તે ગમે તેટલુ આધિનિક કેમ ના હોય તે તેનો રસ્તો રોકી નહીં શકે.રશિયાના રક્ષામંત્રી સર્ગેઈશોઈગૂએ કહ્યું હતું કે, તેમનુંમંત્રાલય મિસાઈલના પરીક્ષણ માટે સાઈબેરિયામાં એકપરીક્ષણ સ્થળ બનાવવા જઈ રહ્યું છે.

રશિયાની આરએસ-૧૮ મિસાઈલ એક સાથે ૨૪ એવનગાર્ડ હાઈપરસોનિક ગ્લાઈડ વીહિકલ લઈ જવામાં સક્ષમ છે. આરએસ-૧૮ મિસાઈલ ઉત્તર અને દક્ષિણ ધ્રુવ એમ બંને માર્ગે હુમલા કરવામાં પણ સક્ષમ છે, આ મિસાઈલ અવાજ કરતા ૨૭ ઘણી ઝડપે પ્રહાર કરી શકે છે.

(7:42 pm IST)