Gujarati News

Gujarati News

News of Saturday, 6th January 2018

ઓએમજી…. શિયાળામાં પણ આ દેશના લોકો છે ગરમીથી બેહાલ

નવી દિલ્હી: એક તરફ અમેરિકા અને યુરોપીય દેશમાં ઠંડીના કારણે ભીષણ પ્રકોપ થઇ રહ્યો છે ત્યાં બીજી તરફ ઓસ્ટ્રેલિયામાં બદલાયેલ વાતાવરણને લઈને સહુ કોઈ અચંબામાં મુકાઈ જાય તેમ છે.અહીંયા પ્રારંભ થયેલ આ વર્ષની પ્રથમ ગરમીએ સહુ કોઈના હોશ ઉડાવી દીધા છે.આ હોટ અટેકનો સહુ કોઈ પર અસર દેખાઈ છે.અચાનક ઓસ્ટ્રેલિયામાં તાપમાનનો પારો ચડવા લાગ્યો અને પશ્ચિમી ભાગમાંથી ગરમી વધવા લાગી છે જેના કારણે આ આખા અઠવાડિયા દરમિયાન તાપમાન 40 ડિગ્રી સેલ્સિયન્સે પહોંચી ગયું છે જેના કારણે સહુ કોઈ ચિંતામાં મુકાઈ ગયા છે.

(7:08 pm IST)