Gujarati News

Gujarati News

News of Saturday, 6th January 2018

ટોરંટો એયરપોર્ટ પર બે વિમાન સામસામે અથડાતા ભીષણ આગ

નવી દિલ્હી: કેનેડામાં ટોરોંટોના પિયર્સન હવાઈ મથક પર ગઈ કાલે બે વિમાન અથડાવાના કારણે આગ લાગવાની ઘટના બની હતી જેના કારણે 10 યાત્રિકોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા છે.આગના કારણે લાગેલ હાદસામાં યાત્રિકોને ભારે જહેમત બાદ બચાવવામાં આવ્યા છે.મળતી માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે સનવિગ એરલાઈંસ અને વેસ્ટજેટ એરલાઈંસ ના વિમાન સામસામે અથડાતા સર્જાયેલ ઘટનામાં ભીષણ આગ મચી ગઈ હતી જેના કારણે અફડાતફડી મચી જવા પામી હતી ભારે જહેમત ઉઠાવીને 10 યાત્રિકોને હેમખેમ બહાર કાઢી લેવામાં આવ્યા છે.

(7:05 pm IST)