Gujarati News

Gujarati News

News of Saturday, 6th January 2018

અખતરો ભારે પડયો

વાયગ્રા લીધા બાદ પાર્ટનર નહિ મળતા ૬૭ વર્ષના વૃધ્ધે એવું કર્યું કે હોસ્પિટલ જવું પડયું

લંડન તા. ૬ : દુનિયામાં લોકો અવનવા અખતરા કરતા રહે છે, પણ આ અખતરા કયારેક ખતરામાં પણ પરિણમે છે. આવું જ કંઈક થયું છે સ્કોટલેન્ડના એક વૃદ્ઘ સાથે, જેણે ઉત્સાહમાં આવી પોતાના પેનિસ સાથે કંઈક એવું કર્યું કે તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવા પડ્યા. જો તેમને સમયસર ટ્રીટમેન્ટ ન મળી હોત તો તેમનું પેનિસ કાપવું પડે તેવી પૂરી શકયતા હતી.

૬૭ વર્ષના આ નિવૃત્ત્। વૃદ્ઘે સૌ પહેલા તો વાયગ્રા લીધી, અને પછી તેમને સેકસ કરવાની જોરદાર ઈચ્છા તો થઈ, પણ પાર્ટનર ન હોવાના કારણે તેમણે પડદાં લટકાવવાની કડીનો ઉપયોગ સેકસ ટોય તરીકે કરવાનું નક્કી કર્યું. ઉત્સાહમાં આવી આ વૃદ્ઘે પોતાના પેનિસમાં એક પછી એક એમ સાત કડીઓ ભરાવી દીધી.

પેનિસમાં પડદાની કડીઓ ભરાવી આ મહાશય તો પોતાના ઘરમાં સૂઈ ગયા, પણ સવારે ઉઠીને જોયું તો આ તમામ કડીઓ તેમના પેનિસમાં ફસાઈ ગઈ હતી. તેઓ પહેલા તો જાતે જ આ કડીઓ કાઢવા મથ્યા, પણ તે એટલી ખરાબ રીતે ફસાઈ હતી કે તેમનાથી હલી પણ નહીં. આખરે કંટાળીને તેમણે એમ્બ્યુન્સ બોલાવી, પરંતુ તેની સાથે આવેલી પેરામેડિક ટીમ પણ આ કડીઓ કાઢી શકી નહીં.

વૃદ્ઘની સ્થિતિ કફોડી બનતી જતી હતી. થોડી વારમાં ફાયરબ્રિગેડની ટીમને પણ ખાસ પ્રકારના કટર સાથે બોલાવવામાં આવી. પરંતુ વૃદ્ઘના સૂજી ગયેલા પેનિસ અને તેના પર ચપોચપ બેસી ગયેલી કડીઓને જોઈને ફાયરબ્રિગેડના જવાનોએ પણ હાથ અદ્ઘર કરી દીધા.

ફાયરબ્રિગેડની ગાડી જોઈને વૃદ્ઘની આજુબાજુમાં રહેતા લોકો પણ આગ લાગી હશે તેમ માનીને ડરી ગયા હતા, અને થોડા જ સમયમાં પાડોશીઓ વૃદ્ઘના દ્યરમાં ભેગા થઈ ગયા હતા. જેના કારણે પહેલાથી જ કફોડી સ્થિતિમાં રહેલા આ મહાશયને હવે શરમજનક સ્થિતિમાં પણ મૂકાવવું પડ્યું હતું

આખરે આ વૃદ્ઘને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા પડ્યા. આખરે ડોકટરોએ ઘણી માથાકૂટ પછી આ વૃદ્ઘના પેનિસ પર ફસાયેલી કડીઓને લુબ્રિકેન્ટ લગાવીને બહાર કાઢવામાં આવી. ડોકટરોએ જણાવ્યું હતું કે, તેમનું લિંગ સૂજીને ભૂરા રંગનું થઈ ગયું હતું. જો સમયસર આ કડીઓ કાઢવામાં ન આવી હોત તો તેમનું લિંગ કાપી નાખવું પડત.

સામાન્ય રીતે પેનિસમાં બ્લડ ભરાય ત્યારે તે ઉત્ત્।ેજીત અવસ્થામાં આવતું હોય છે. વૃદ્ઘે પોતાનું લિંગ ઉત્ત્।ેજીત અવસ્થામાં હતું ત્યારે તેના પર પડદાની સાત કડીઓ ભરાવી દીધી હતી, અને પછી તે સૂઈ ગયા હતા. કડીઓ ભરાવેલી હોવાના કારણે બ્લડ પેનિસની બહાર નહોતું નીકળી શકયું, જેના કારણે તેમના પેનિસ પર સોજો ચઢી ગયો હતો. પેનિસ સૂજી જવાને કારણે તેના પર લગાવેલી કડીઓ ચપોચપ ફિટ થઈ ગઈ હતી.

હાલમાં જ અમેરિકામાં થયેલી એક સ્ટડીમાં આ વાતનો ખુલાસો થયો છે કે હ્રદયની બિમારીથી પીડાતો વ્યકિત પરણિત છે તો તેના લાંબા જીવનની સંભવનાઓ વધી જાય છે. તેની સરખામણીએ ડિવોર્સી, પાર્ટનરનું મૃત્યુ થયું છે અથવા તો લગ્ન જ નથી કર્યા તેવા લોકોને વધુ જોખમ છે.

આ સ્ટડી મુજબ પરણિત હાર્ટ પેશન્ટ્સને પણ હ્રદય સાથે જોડાયેલા કેટલાક રિસ્ક ફેકટરનો સામનો કરવો પડી શકે છે. પરંતુ જે લોકો પાસે પાર્ટનર નથી તેમને હ્રદયની બિમારી થાય તો તેમના મૃત્યુની આશંકા પરણિત વ્યકિતની સરખામણીએ ૭૧ ટકા વધી જાય છે.અમેરિકાના અટલાંટા સ્થિત ઈમોરી યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનના ડો અરશદ કયુયુમીએ કહ્યું કે, 'અમે ઘણા બાયોમાર્કર્સનું એનાલિસિસ કર્યું જેમાં કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડપ્રેશર અને ડાયાબિટિસનો સમાવેશ થાય છે. તે વાત સાચી છે કે જે લોકો પરણિત નથી તેમના મૃત્યુની સખ્યાં વધારે છે.'

આ રિસર્ચમાં અંદાજીત ૬ હજાર એવી મહિલા અને પુરૂષોને સ્ટડીમાં સમાવેશ કરવામાં આવ્યો છે જેમની હ્રદયની ધમકી પહેલાથી જ બંધ હતી. ત્યાર બાદ રિસર્ચ ટીમે હ્રદયની બિમારીને કારણે થનારા મોત, હાર્ટ એટેક અને અન્ય કોઈ કારણે થતા મૃત્યુને વૈવાહિક સ્થિતિ સાથે શું સંબંધ છે તેની તપાસ કરવામાં આવી.

(4:24 pm IST)