Gujarati News

Gujarati News

News of Saturday, 6th January 2018

ઉંમર છુપાવવી હોય તો ચહેરાની કસરત કરો

નવી દિલ્હી તા.૬: ચહેરાની નિયમિત કસરત ઉંમરની અસરને છુપાવવામાં અસરકારક પુરવાર થાય છે. સંશોધકોએ ૪૦ થી ૬૫ વર્ષની મહિલાઓને આવરી લઇને કરેલા અભ્યાસના આધારે જણાયું હતું કે રોજ કે એકાંતરે ૩૦ મિનિટ માટે ચહેરાની કસરત કરનારી મહિલાઓ તેમની ઉંમર કરતાં વધુ યુવાન લાગે છે. ચહેરાની કસરતથી વ્યકિતના દેખાવ પર પડતી અસરો માટે કરાયેલા આ પ્રથમ વૈજ્ઞાનિક અભ્યાસ પરથી સાબિત થયું છે કે કસરતને કારણે ચહેરાના મસલ્સ ખેંચાઇને તંગ બને છે, જેથી ચહેરાને એક ઘાટ મળે છે તેમ જ એ વધુ ટોન્ડ અને યુવાન રહે છે. આમ મોંઘીદાટ સારવાર અને કોસ્મેટિકસના ખર્ચના સ્થાને માત્ર ચહેરાની કસરત ચહેરા પરથી ઉંમરની અસર દૂર કરવામાં મદદરૂપ બનશે.વાસ્તવમાં આપણા ચહેરામાં માંસપેશીઓ એકમેક સાથે સંકળાયેલી હોય છે જેથી ચહેરાનો યોગ્ય ઘાટ મળતો હોય છે. ઉંમરને કારણે ત્વચા ઢીલી પડતાં ચહેરાને પકડી રાખતાં ફેટ-પેડ્સ શિથિલ છઇને લચકી પડે છે. એને લીધે ચહેરો ઢીલો-ઢીલો થાય છે, જેને આપણે ઉંમરની અસર ગણીએ છીએ. કસરત કરવાથી ચહેરાની માંસપેશીઓની નીચે આવેલા મસલ્સ મજબૂત રહે છે અને ત્વચા લચકી જતી નથી એટલે ઉંમરની અસર જોઇ શકાતી નથી. આ મહિલાઓએ વીસ સપ્તાહ સુધી સતત ચહેરાની કસરત કરી હતી.(૧.૧૭)

(4:21 pm IST)