Gujarati News

Gujarati News

News of Saturday, 6th January 2018

મોબાઇલ બંધ હોય તો પણ માઇક્રોફોનથી તમારી વાતો સાંભળી શકાય છે

લંડન તા. ૬: સ્માર્ટફોનના માઇક્રોફોન્સની મદદથી હજારો એપ્સ અને ગેમ્સ સ્માર્ટફોનના વપરાશકારોને મોનિટર કરતી હોય છે. આ એપ્સમાં એવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે કે જેથી ફોન ખિસ્સામાં હોય કે ફોન બંધ હોય ત્યારે બ્રેકગ્રાઉન્ડમાં એપ ચાલુ હોય ત્યારે પણ ઓડિયોને સાંભળી શકે છે. એડ્વેટાઇઝર્સ આ એપના ઉપયોગથી ગ્રાહક વિશે જાણકારી મેળવી તેના ફોનમાં વધુ અસરકારક રીતે એડ્વર્ટાઇઝનો મારો ચલાવે છે. મોટા ભો બાળકોને ટાર્ગેટ કરતી આવી એપ અલ્ફાન્સો નામની એપનો ઉપયોગ કરતી હોય છે. જે લોકોની ટીવી જોવાની આદત અને અન્ય વિગતોનો અભ્યાસ કરી એને અનુરૂપ જાહેર ખબરો મોબાઇલ ફોન પર પાઠવતી હોય છે.

લગભગ ૧૦૦૦ જેટલી ગેમ્સ અને સોશ્યલ એપ્સ આ સોફટવેરનો ઉપયોગ કરે છે, જેમાંથી રપ૦ કરતાં વધુ ગૂગલ પ્લે સ્ટરો પર જ મળી જતી હોય છે. એપલના એપ સ્ટોર પર પણ કેટલીક ગેમ્સ મળે છે. આ તમામ ગેમ્સ માટે ગૂગલ પર 'અલ્ફાન્સો ઓટોમેટેડ૩ અને 'અલ્ફાન્સો સોફટવેર' પર સર્ચ મારવાથી મોટા ભાગની ગેમ્સ મળી જાય છે. (૭.૪૬)

 

(4:20 pm IST)