Gujarati News

Gujarati News

News of Saturday, 6th January 2018

ન્યુડ કે સેમી-ન્યુડ ફોટો મોકલવાના બોયફ્રેન્ડના પ્રેશરને મોટા ભાગની યુવતીઓ વશ થઇ જતી હોય છે

નવી દિલ્હી તા.૬: આજની યુવા પેઢી ઘણી જ મુકત વિચારની છે અને મુકતતાના અંચળા હેઠળએ એવા સેકસ-કલ્ચર તરફ ભણી વળી રહી છે જેનાથી એને જ નુકસાન થવાનું છે એ ચોક્કસ છે. જોકે આ સેકસ-કલ્ચરમાં યુવતીઓનો તેમના બોયફ્રેન્ડ દ્વારા બળજબરી ઢસડવામાં આવતી હોય છે એ પણ એટલું જ સત્ય છે.

આજનો યુવા વર્ગ મોબાઇલની ઘેલછાની હદ વટાવી ગયો છે અને એમાં જ આખો દિવસ ડૂબેલો હોય છે. મોટા ભાગના કેસમાં યુવકો પોતાની ગર્લફ્રેન્ડને તેમના ન્યુડ કે સેમી-ન્યૂડ ફોટોગ્રાફસ મોકલવાની માગણીઓ કરતા હોય છે તથા એ માટે તેમને ઇમોશનલી બ્લેકમેઇન પણ કરતા હોય છે.  એમ છતાં વાત ન બને તો ધાકધમકી આપવાથી પણ પાછા નથી પડતા. ઘણી વાર છોકરીઓ ભાવાવેશમાં કે પછી ડરને લીધે આવા ફોટોગ્રાફસ મોકલતી હોય છે, જે પછીથી તેમની પરેશાનીનું કારણ બનતા હોય છે.

તાજેતરમાં છોકરીઓ શા માટે પોતાના ન્યુડ કે સેમી-ન્યૂડ ફોટો મોકલતી હોય છે એનો અભ્યાસ કરવામાં આવેલો અને મોટા ભાગની યુવતીઓએ બોયફ્રેન્ડના અતિશય દબાણનું કારણ આપ્યું હતું. અભ્યાસમાં એ પણ સામે આવ્યું કે છોકરાઓ પણ આવા ફોટોગ્રાફસ મોકલતા હોય છે. પણ છોકરીઓના પ્રમાણમાં ઓછા.(૧.૧૫)

(4:19 pm IST)