Gujarati News

Gujarati News

News of Saturday, 6th January 2018

આઠ કલાકની ઊંઘ નહીં લો તો બીમારીને નોતરશો

નવી દિલ્હી તા. ૬ : રાત્રે આઠ કલાક કરતા ઓછી ઊંઘ કરનારા લોકો ચીડિયાપણા કે ડિપ્રેશનની બીમારીને નોતરે છે એમ એક અભ્યાસમાં જણાવવામાં આવ્યુ઼ છે. સંશોધકોએ સતત નકારાત્મક વિચારો ધરાવતા જુદા - જુદા લોકોના સૂવાના સમયનો અને કલાકોનો અભ્યાસ કર્યો હતો. તેમને વિવિધ ચિત્રો દર્શાવી એના પર તેમની તાત્કાલિક પ્રતિક્રિયા નોંધી હતી. સંશોધકોએ તેમની લાગણીઓ તેમજ તેમની આંખોના ભાવ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

સંશોધકોએ જોયું હતું કે, નિયમિત રીતે પૂરતી ઊંઘ ન લેનારા લોકોનું ધ્યાન નકારાત્મક બાબતો પરથી જલ્દીથી હટતું નથી. મતલબ કે અપૂરતી ૩ંષ્ માનવીમાં નકારાત્મક વિચારો પ્રેરે છે તેમ જ એની તેમના જીવન પર પણ અસર જોવાય છે. સામાન્યપણે પૂરતી ઊંઘ લેનારા લોકો નકારાત્મક વાતોને નજર અંદાજ કરીને આગળ વધતા હોય છે એવી બાબતો પર અપૂરતી ઊંઘ લેનારા લોકોની પ્રતિક્રિયા વધુ પડતી નકારાત્મક હોય છે. અપૂરતી ઊંઘને કારણે વિવિધ પ્રકારના માનસિક રોગો એટલે કે સાઇકોલોજીકલ ડિસઓર્ડર થવાની શકયતાઓ રહે છે.(૨૧.૨૬)

(4:16 pm IST)