Gujarati News

Gujarati News

News of Saturday, 6th January 2018

આંખમાં ભૂલથી ગુંદર નાખી દીધો

આંખમાં જરાઅમથો કચરો પડી જાય તો વ્યકિતનું સંપૂર્ણ ધ્યાન એમાં જ રહે છે. બ્રિટનમાં ૬૪ વર્ષના એક સિનિયર સિટીઝન સાથે કંઇક આવું જ થયંુ. તેમની આંખમાં કચરો ગયો અને એ નીકળતો ન હોવાથી તેઓ સતત બેચેની અનુભવતા હતા એટલે ઉતાવળે - ઉતાવળે તેમણે કબાટમાંથી આંખમા ટીપા નાખવા માટે નાનકડી બાટલી લીધી. જોકે તેમના હાથમાં નખના ગુંદરની નાની બાટલી આવી ગઇ. બાટલી જોયા વગર તેમણે આંખમાં ગુંદર નાખી દીધો અને તેમની પાંપણ ચોંટી ગઇ. તત્કાળ તેમને આંખની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા જ્યાં ડોકટરોએ તેમની આંખો ખોલીને વધારાનો ગુંદર કાઢયો હતો. જોકે એને લીધે તેમની આંખના કોર્નિયામાં ઉઝરડો પડયો છે.

(4:21 pm IST)