Gujarati News

Gujarati News

News of Saturday, 6th January 2018

સ્માર્ટ ટુથબ્રશ કરશે કેન્સરનું ડીટેકશન

લંડન, તા., ૬: સ્પેનના સાયન્ટીસ્ટો એક એવા પ્રકારનું ટુથબ્રથ બનાવી રહયા છે. જેનાથી બ્રશ કરતા કેન્સર અને હાર્ટને લગતી સમસ્યાની આગોતરી જાણકારી મળી શકશે. આ ટુથબ્રશ દરદીના થુંકમાં રહેલા સોડીયમની માત્રાને આધારે આ સંશોધન કરી રહયા છે. મોંમા પેદા થતા થુંકમાં રહેલા વિવિધ રસાયણો જયારે ટુથબ્રશના સંપર્કમાં આવશે ત્યારે એ દર્દીના શરીરમાં થઇ રહેલા ફેરફારોની જાણ થઇ શકશે. સાયન્ટીસ્ટો હાર્ટ પેશન્ટોને આવા ટુથબ્રશ આપશે જેના કારણે તેમને દર્દીની દવામાં કોઇ ફેરફાર કરવો કે નહી એની પણ આગોતરી જાણકારી મળી શકશે.(૪.૧૮)

(4:13 pm IST)