Gujarati News

Gujarati News

News of Saturday, 6th January 2018

પોતાના જ લગ્નમાં ડાન્સ કરતી હતી દુલ્હન અને અચાનક શરૂ થયું લેબર પેઇન પછી...

લગ્નમાં બની અજીબોગરીબ ઘટના

લંડન તા. ૬ : કોઈના લગ્નમાં થઈ રહ્યા હોય અને તે દરમિયાન જો કોઈ મહિલા બાળકને જન્મ આપે તે તો સામાન્ય વાત છે. પરંતુ જો બાળકને જન્મ દુલ્હન આપે તો સ્થિતિ વધારે ગંભીર બની જાય છે. ઈંગ્લેન્ડમાં પણ આવી જ અજીબોગરીબ ઘટના બની.

પોતાના લગ્નના યાદગાર પળોને કપલ સેલિબ્રેટ કરી રહ્યું હતું. દુલ્હન માટે આ પળ એટલા બધા સરપ્રાઈઝ ભરેલા હતા કે તે કયારેય નહીં ભૂલી શકે ત્યારે જ અચાનક તેને લેબર પેન શરૂ થઈ ગયું.

આ ઘટના ઈંગ્લેન્ડના વેસ્ટ મિડલેન્ડની છે. ૧૯ વર્ષની ડેની માઉન્ટફોર્ડ અને ૧૮ વર્ષનો કાર્લ લગ્નના દિવસે જ દીકરીને પેરેન્ટ્સ બન્યા. તેમણે દીકરનું નામ જાસ્મિન રાખ્યું.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ૧૮ ડિસેમ્બરે સાંજે જયારે ડૈની પોતાનો વેડિંગ ડ્રેસ પહેરીને પહોંચી તો ડીઝે વાગવા લાગ્યું. આ દરમિયાન ખૂબ ઉત્સાહમાં તે ડાંસ કરવા લાગી તે સમયે પાણીની થેલી ફાટી ગઈ અને બાળક બહાર આવવા લાગ્યું.

દુલ્હનને જોઈને બધા હેરાન થઈ ગયા કારણ કે તેમને પણ નહોતી ખબર કે તે પ્રેગ્નેટ છે. ઉતાવળમાં એમ્બ્યૂલન્સ બોલાવવામાં આવી અને તરત જ દુલ્હનને હોસ્પિટલ લઈ જવામાં આવી જયા તેણે એક બાળકીને જન્મ આપ્યો.

(10:01 am IST)