Gujarati News

Gujarati News

News of Thursday, 5th December 2019

બોલો,ટચ કર્યા વિના તમે પ્યાદાં ફેરવી શકો એવું સ્માર્ટ ચેસ બોર્ડ આવી ગયું છે

નવી દિલ્હી તા.૫: મોબાઇલ સહિત અનેક પ્રકારના સ્માર્ટ ગેજેટ્સ ઘર ઘરમાં પહોંચી ગયા છે. હવે સ્માર્ટ ચેસ બોર્ડ પણ વિશ્વના બજારમાં ઉપલબ્ધ છે. સ્પર્શ્યા વગર પ્યાદાં ફેરવવાની શકયતા આ સ્માર્ટ ચેસ બોર્ડમાં છે. ઘણાં વર્ષોથી ડિજિટલ ગેમના રૂમમાં ચેસ ઉપલબ્ધ હતું. પરંતુ પહેલી વખત અડ્યા વગર રમી શકાય એવું ચેસબોર્ડ મળ્યું છે હાઇ કવોલિટી ફિઝિકલ બોર્ડ પર હજારો માઇલ દૂર બેઠેલા હરીફો રમી શકે છે. સ્કવેર ઓફફ ચેસ બોર્ડ પર એપ દ્વારા કે ઓનલાઇન ગેમ રમી શકાય છે. એપ કે ઓનલાઇન સુવિધા ફોનને બ્લુ ટૂથ વડે જોડે છે. એમાં બોર્ડની નીચેના રોબોટિક આર્મને દોરવણી આપીને પ્યાદાંને ફેરવી શકાય છે. વળી લાકડાના પ્યાદાંને ફેરવવા માટે મેગ્નેટિક પાવરનો ઉપયોગ કરવામાં આવે છે. આ સ્માર્ટ ચેસ બોર્ડ સ્કવેર ઓફ કિંગડમ ૩૬૯ ડોલર (અંદાજે ૨૬,૪૦૩ રૂપિયા) અને ગ્રેન્ડ કિંગડમ ૪૪૫ ડોલર (અંદાજે ૩૧,૮૪૧ રૂપિયા)ની કિંમતે અમેરિકામાં ઉપલબ્ધ છે.

(3:39 pm IST)