Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

સ્વિટ્ઝરલેન્ડના ઝ્યુરિચની શોપે ચોકલેટથી સાન્તા ક્લોસ તૈયાર કર્યા

બાળકોના મન મોહી લેવા સાથે ગ્રાહકોને પણ આકર્ષિત કરી રહ્યું છે

નાતાલનો તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યાર દુનિયાભરમાં ધીમે-ધીમે ક્રિસમસ ફિવર ચઢી રહ્યો છે. નાતાલ દરમિયાન ખાસ કરીને બાળકોને સાન્તા ક્લોસનું ખૂબ આકર્ષણ રહેતું હોય છે. જેને ધ્યાનમાં રાખીને સ્વિટ્ઝરલેન્ડના ઝ્યુરિચની એક ચોકલેટ શોપે અનોખું સાહસ કર્યું છે

   . આ ચોકલેટ શોપમાં ચોકલેટથી સાન્તા ક્લોસ તૈયાર કરાયા છે, જે સ્વાભાવિક રીતે બાળકોના મન મોહી રહ્યા છે. સાથે ત્યા આવતા ગ્રાહકોને પણ આકર્ષિત કરી રહ્યું છે.

(9:25 pm IST)