Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

અવકશાયાત્રીઓએ અંતરીક્ષમાં પીત્ઝા બનાવ્યો અને પાર્ટી કરી

લંડન તા. પ : અવકાશની યાત્રા પર જનારા વૈજ્ઞાનિકો તેમનું ફેવરિટ ફુડ બહુ મિસ કરતા હોય છે, કેમ કે અહીં પૃથ્વીની જેમ કિચનમાં જઇને ખાવાનું બનાવી શકાતું નથી, ઝીરો ગ્રેવિટીમાં ઇન્ટરનેશનલ સ્પેસ-સ્ટેશનમાં માણસો કઇ રીતે રહે છે એ સામાન્ય જનતા માટે કુતુહલનો વિષય રહ્યો છ; કેમ કે ગુરૂત્વાકર્ષણના અભાવે માત્ર બધી ચીજો જ નહીં, ખુદ માણસ પોતે પણ તરતો હોય છે. સ્પેસમાં ખાવાનું બનાવવાનું બહુ અઘરૂ છે. જો કે હાલમાં ઇન્ટરનેશલ સ્પેસ-સ્ટશેનમાં રહેતા ઇટલીના અવકાશયાત્રી પાઓલો નેસ્પોલીના કહેવા મુજબ તેણે ધરતી પરથી પીત્ઝા માટેનો જરૂરી સામાન અને આઇસકરક્રીમ મગાવ્યા હતા. અમેરિકાના વર્જિનિયાના બેઝ પરથી ઇન્ટરનેશલ સ્પેસ-સ્ટેશન પર પીત્ઝા બનાવા માટે જરૂરી ચીજો અને આઇસક્રીમ મોકલવામાં આવ્યા હતા. અવકાશયાત્રીઓએ એ પીત્ઝાને ગરમ કરીને ખાધો એ વતનો વિડીયો અને તસવીરો પણ મોકલ્યા હતા.

(3:54 pm IST)