Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017


સમોસા અને બર્ગરમાંથી શું સારૂ ?

નવી દિલ્હી, તા. ૫ :. જ્યારે સામે પડેલા ઓપ્શન્સમાંથી હેલ્ધીઅર વાનગીની પસંદગી કરવાની વાત થતી હોય ત્યારે સમોસા અને બર્ગરમાંથી શું પસંદ કરવું જોઈએ ? દિલ્હીની સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટ નામની સંસ્થાએ કરેલા અભ્યાસ મુજબ અમેરિકન બર્ગર કરતા ભારતીય સમોસા વધુ હેલ્ધી છે. સમોસામાં મેંદો, બટાટા, વટાણા, નમક, મસાલા અને તેલ અથવા વનસ્પતિ ઘીનો ભરપૂર ઉપયોગ થયો હોય છે એટલે એ કંઈ હેલ્ધી તો નથી જ, પરંતુ બર્ગરમાં વપરાયેલા ઈન્ગ્રોડિયન્ટસ કરતા સમોસા ઓછા નુકસાનકારક છે. બર્ગરની ટિક્કીમાં બટાટા, શાકભાજી, તલ અને સોયાબીનનો લોટ, મેયોનીઝ, ફુડ-કલર્સ, પ્રિઝર્વેટિવ્સ અને એસિડિટી રેગ્યુલેટર, કેમિકલ્સ વપરાય છે. બર્ગરના બનમાં પણ ઈમલ્સિફાયર કેમિકલ્સ, યીસ્ટ હોય છે. ઓવરઓલ જોઈએ તો કેમિકલના વિશેષ ઉપયોગને કારણે બર્ગરનું સેવન લાંબા ગાળે મેટાબોલિઝમને ખોરવી નાખવામાં મહત્વનો ભાગ ભજવે છે. ખોરાકમાં કેમિકલ્સનો ઉપયોગ જે વાનગીમાં થતો હોય એ નેચરલ ઘટકો દ્વારા બનેલી વાનગી કરતા વધુ હાનિકારક બને છે.

(5:31 pm IST)