Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

બ્રિટનની સેના ટૂંક સમયમાં ભારતીયો માટે કરશે આ સેવા શરૂ

નવી દિલ્હી: બ્રિટનની સરકાર ટૂંક સમયમાં વિદેશઓ માટે બ્રિટનની સેનામાં ભરતી માટેના દરવાજા ખોલી શકે છે.હાલમાં, બ્રિટનમાં પાંચ વર્ષથી વધુ સમયથી રહેતા માત્ર કૉમનવેલ્થ રાષ્ટ્રના નાગરિકો બ્રિટનની સેનામાં જોડાઈ શકે છે.ખુશકીદળ, હવાઈદળ તથા નૌકાદળમાં વધુ અને વધુ સ્ત્રી-પુરુષોની ભરતી થઈ શકે તે માટે બ્રિટનના સંરક્ષણ મંત્રાલયે આ નિર્ણય લીધો હતો.એક અહેવાલ મુજબ, બ્રિટનના સશસ્ત્રદળોમાં હાલમાં 8,200 સૈનિકોની ઘટ છે. અગાઉ આવી 2010માં આવી સ્થિતિ ઊભી થઈ હતી. આ અંગે બ્રિટિશ સરકાર દ્વારા ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. આ જાહેરાતને કારણે ભારત, ઑસ્ટ્રેલિયા, કેન્યા અને શ્રીલંકા જેવા કોમનવૅલ્થ રાષ્ટ્રોના નાગરિકોને લાભ થાય તેવી શક્યતા છે.

(5:30 pm IST)