Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

ડોકટરે કમરની સર્જરી વખતે ભૂલથી કીડની કાઢી નાખી

ફલોરિડા તા. ૫ : અમેરિકાના ફલોરિડામાં મોરિન પેચેકો નામના પ૩ વર્ષના બહેનનો વર્ષો પહેલાં એક કામ-એકસિડન્ટ થયેલો અને એ પછી કમરમાં દુખાવો રહ્યા કરતો હતો. આખરે જયારે તેઓ વેલિંગ્ટન રીજનલ મેડિકલ સેન્ટરમાં ગયાં ત્યારે તપાસ કરાવતાં ખબર પડી કેતેમની કમરનાનીચેના ભાગના બે મણકા એકબીજામાં ફયુઝ થઇ ગયા હોવાથીદુખાવો થાય છે. ફયુઝ થયેલા હાડકાનેછુટા પાડવાની સર્જરી કરવાનું નક્કી થયું અનેડો રેમન વેઝકવીઝ નામના સર્જન પાસે થઇ. આમ તો આ ડોકટરે માત્ર બે હાડકાની વચ્ચેના ગેપને જ ઠીક કરવાનું કામ હતું, પરંતુ જયારે તેમણે લોઅર બેકનો ભાગ ખોલ્યો ત્યારે હાડકાની સાથે નીચે મોટો ગઠો દેખાયો. સામાન્ય રીતે એ જગ્યાએ આવો ગઠો હોવો ન જોઇએ અને એટલે તેમને લાગ્યું કે કદાચ આ કેન્સરની ગાંઠ છે અને એક પંથે દો કાજ માનીને એ ગાંઠ પણ કાપીને કાઢી લીધી. જોકે હકીકત એ હતી કે મોરિનની એ કીડની હતી. પેશન્ટને જન્મજાત ખામીને કારણે એક કિડની પેડુના પાછળના ભાગમાં સરકેલી અવસ્થામાં હતી. દરદીના જે અલગ અલગ એન્ગલથી સ્કેન કરવામાં આવેલ એમાં પણ કિડની નીચે હોવાનું લખ્યું હતું, પરંતુ સર્જરી ચાલુ હતી ત્યારે ડોકટરને એ યાદ ન રહ્યું અને કિડનીને કેન્સરની ગાંઠ સમજીને કાઢી લીધી.

ઓપરેશન પછી જયારે કાઢેલીે ગાઠની તપાસ કરાવી ત્યારે એ હેલ્ધી કિડનીના નોર્મલ ટિશ્યુ  હોવાનું બહાર આવ્યું. સ્વભાવિક પણે એ પછી જબરો હોબાળો થયો. મોરિને ડોકટર પર કેસ કર્યો અને તેને ત્રણ કરોડ રૂપિયાનું વળતર પણ મળ્યું.

(11:44 am IST)