Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

દિવાળીમાં વાળને બનાવો ચમકદાર...

સંપૂર્ણ સુંદર લુક મેળવવા માટે વાળની સુંદરતા પણ અનિવાર્ય છે. તેના માટે વાળને સ્વસ્થ રાખવા જરૂરી છે. સંતુલિત આહાર, એસેંશિયલ ઓયલ અને યોગ્ય સંભાળ દ્વારા વાળને સ્વસ્થ રાખી શકાય છે.

વાળને કંડીશનીંગ કરવા, તેમાં ચમક લાવવા અને સિલ્કી બનાવવા માટે તમારા ઘરમાં જ રહેલી વસ્તુઓનો ઉપયોગ કરો. કંડીશ્નીંગ કરવા માટે મધ અને મેયોનીઝ સૌથી સારા છે.

વાળને પ્રાકૃતિક રીતે કંડીશ્નીંગ કરવા માટે લીંબુ, વિનેગાર, આમળા અને મધ ઉત્તમ છે.

એપ્પલ સાઈડર વિનેગાર અને આમળા પાવડરમાં લીંબુના ટીપા નાખી પેસ્ટ બનાવી લો અને તેનાથી માથામાં મસાજ કરો અને ૧૫ મિનીટ સુધી રહેવા દો.

(10:26 am IST)