Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

એક સફળ વ્યકિત બનવા માટે તમારામાં હોવી જોઈએ આ ક્ષમતા

જો તમે એવુ માનો છો કે જીવનમાં બધુ તમને જ અનુકુળ રહે તો તે તમારી બહુ મોટી ભુલ છે. લક્ષ્ય અથવા કાર્યયોજનામાં સફળ ન થવાનો અર્થ એ નથી કે, તમારામાં તે કરવાની ક્ષમતા નથી. અસફળતા મળતા ભૂલની સમીક્ષા જરૂર કરવી અને એ વાતને દૃઢ વિશ્વાસ સાથે તમે સ્વીકારો કે જે ક્ષમતા સફળ લોકોમાં છે, તે તમારામાં પણ છે અને હવે પછીના પ્રયાસમાં સફળતા તમારી સામે હશે.

કોશિશ કરતા રહેવુ : બધા માટે કોઈ પણ ધ્યેય પ્રાપ્ત કરવા માટે જરૂરી છે, કે તમારામાં રહેલી અનિશ્ચતતામાંથી બહાર આવવુ. જો તમે એકિટંગ માટે ઓડિશન આપવા જાવ છો અને પહેલાથી જ તમે નક્કિ કરી લો છો કે કોઈને કોઈ રોલ તો મળી જ જશે. તો માની લો કે લીડ રોલ કોઈ બીજાના ખાતામાં જશે. કારણ કે તમે તો અનિશ્ચતતાના શિકાર બની પહેલેથી જ નક્કિ કરી લીધુ છે કે, 'જે મળશે તે આપણા માટે ઘણુ છે કારણ કે લીડ રોલમાં તો મારૂ સિલેકશન નહિં થાય. તેથી જે મળશે તે જ હું સ્વીકારી લઈશ. આ તમારા પોતાના આત્મવિશ્વાસ સાથે બહુ મોટો દગો છે. હંમેશા સાહસ સાથે લક્ષ્ય પર નજર રાખો અને આગળ વધવાની કોશિશ હંમેશા ચાલુ રાખો.

ભૂલ સ્વીકારો : તમારે હંમેશા કોઈ પણ ભૂલ કરતા બચવુ જોઈએ. કયારેક ભૂલ થઈ જાય તો કયારેય તેને મન પર ન રાખવી જોઈએ. પરંતુ, એ વાત પર ફોકસ કરવુ કે હવે જે કંઈ પણ કામ કરો, તેમાં ભૂલ ન થાય. ભૂલોને મગજમાં જગ્યા આપવાથી પણ તમારી અંદર અનિશ્ચતતા જાગે છે. તેથી તેની પુનરાવૃતિથી બચવુ જોઈએ.

વિચાર ઉંચા રાખો : તમારે વિચાર-વિસ્તાર કરવો જોઈએ. તમે હંમેશા ઉંચા વિચાર કરો. તમે એ ધારણા ન રાખો કે જે મળે તે લઈ લેશું. જ્યારે તમે બહુ મોટા સપના સાકાર કરવાની કોશિશ કરો છો, તો સફળતાના આધારે તમને કંઈકને કંઈક તો હાથ જરૂર લાગશે. જે તમારા માટે ખૂબ જ મહત્વનું હશે. આપણા માટે નાના વિચાર અનિશ્ચતતાને ઉપજાવવા માટેનું બહુ મોટુ કારણ છે.

(10:26 am IST)