Gujarati News

Gujarati News

News of Wednesday, 5th September 2018

ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં અણધાર્યો કડાકો નોંધાયો

મુંબઈ : આજે સવારે બિટકોઈન સહિતની અન્ય અગ્રણી ક્રિપ્ટોકરન્સી અણધાર્યો કડાકો જોવા મળ્યો છે. લગભગ એક સપ્તાહ ક્રિપ્ટોકરન્સીમાં મક્કમ વૃદ્ધિ પછી બુધવારે વહેલી સવારે બિટકોઈનમાં ૩૦૦ ડોલર કરતા પણ વધારોનો કડાકો નોંધાયો હતો. આની સાથે ઈથરિયમ, રિપલ અને બિટકોઈન કેશની પણ આવી પરિસ્થિતિમાં જોવા મળ્યા હતાં. જો કે, અત્યાર સુધી ક્રિપ્ટોકરન્સીમાં આવેલા અણધર્યા કડાકોના કારણની સ્પષ્ટ ખબર પડી નથી.પરંતુ વિશ્લેષ્કોનું માનવુ છે કે, પેનિકને કારણે રોકાણકારો દ્વારા જંગી પ્રમાણમાં વેચવાલી કરવાને કારણે તેના મુલ્યમાં ઘટાડો નોંધાયો છે.

ઉલ્લેનખીય છે કે, બિટકોઈનમાં આજે ચાર ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે જ્યારે ઈથરિયમ, રિપલ અને બિટકોઈન કેશમાં ૧૦ ટકા સુધીનો ધોવાણ થવાના સમાચાર છે. મંગળવારે બિટકોઈન એક મહિનાની ટોચે પહોંચ્યો હતો તે સમય નિષ્ણાતોએ બિટકોઈનમાં હજુ તેજી થવાની શક્યતા વ્યક્ત કરી હતી. છેલ્લા કેટલાક સમયથી બિટકોઈનના ભાવ મક્કમ ગતિએ વધી રહ્યા હતાં જે રોકાણકારો માટે હકારાત્મક વલણ કહી શકાય તેમ છે.

વિશ્લેષ્કોનું માનવુ છે કે, તાજેતરમાં આવેલી તેજીને લઈને ક્રિપ્ટોકરન્સીના રોકાણકારો સાવધાન થઈ ગયા હતા તેથી પેનિકને કારણે જંગી પ્રમાણ બિટકોઈનનું વેચાણ કરવામાં આવ્યુ છે. માર્કેટ એનાલિસ્ટ મેથ્યુ ન્યુટોને જણાવ્યુ હતુ કે, આગામી સમય ક્રિપ્ટોકરન્સીમાં પોઝિટિવ રહેવાના અનેક સંકેત મળી રહ્યા છે.

(8:32 pm IST)