Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

તો આ કારણોસર તાઈવાનની હોટેલમાં નથી ચોથો માળ

નવી દિલ્હી: અમેરિકી સંસદના સ્પીકર નેન્સી પેલોસીની તાઈવાન મુલાકાત બાદથી ચીન ભારે ગુસ્સે છે. તેણે તાઈવાનને દરિયાઈ માર્ગે ચારે બાજુથી ઘેરી લીધું છે. એટલું જ નહીં ચીને પોતાની સૌથી ખતરનાક રોકેટ ફોર્સને તાઈવાનની ખાડીમાં પણ ઉતારી છે. આ દળ પાસે સપાટીથી હવામાં પ્રહાર કરતી બેલેસ્ટિક અને ક્રુઝ મિસાઈલો છે. ચીને તાઈવાનને સમર્થન કરતા અમેરિકાને પણ ધમકી આપી છે. જો યુદ્ધ થાય તો ચીનની સામે તાઈવાન ક્યાંય ઊભું રહેતું નથી, પરંતુ અમેરિકા તેની પાછળ ઊભું હોય છે, જેના કારણે ચીન પણ હુમલો કરવાની હિંમત દાખવી શકતું નથી. બંને દેશમાં વધી રહેલા તણાવ વચ્ચે, ચાલો જાણીએ તાઈવાન સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ તથ્યો. તાઇવાન પૂર્વ એશિયામાં સ્થિત એક નાનો ટાપુ છે, જે 1949માં ચીનના ગૃહ યુદ્ધ પછી ચીનથી અલગ થઈ ગયો હતો. આ દેશ પોતાને સ્વતંત્ર દેશ માને છે. પરંતુ ચીન હજુ પણ તેને પોતાનો પ્રાંત માને છે. તાઈવાનની વસ્તી 23 મિલિયન (2.3 કરોડ ) છે. આમાં, 80% લોકો મૂળ રહેવાસી છે, જ્યારે 15% લોકો ચીનથી અહીં સ્થાયી થયા છે. અહીંની રાજધાની તાઈપે છે અને આ શહેરની વસ્તી 26 લાખ છે. દુબઈમાં બુર્જ ખલીફા પહેલા, તાઈપે 101 વિશ્વની સૌથી ઊંચી ઈમારત હતી.

(6:35 pm IST)