Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

શ્રીલંકામાં બાળકોને આ કારણોસર 12 વાગ્યા સુધી સુવા દેવામાં આવે છે

નવી દિલ્હી: શ્રીલંકામાં ગત 12 અઠવાડિયાથી સરકાર વિરુદ્ધ દેખાવ જારી છે. મોંઘવારી, બેરોજગારી અને ઈંધણની અછતથી લોકો કંટાળ્યા છે. કોલંબોના રિક્ષાચાલક થુશાન પરેરાએ આશરે 5 અઠવાડિયાથી તેમના ત્રણ બાળકોને બે ટાઈમનું ભોજન આપ્યું નથી. તેમનો પરિવાર બિસ્કિટના એક પેકેટ પર નિર્ભર છે જેની કિંમત 130 શ્રીલંકન રૂપિયા(ભારતીય ચલણમાં 30 રૂ.) થઈ ચૂકી છે. પરેરા કહે છે કે અમે પ્રયાસ કરીએ છીએ કે અમારા બાળકો બપોરના 12 વાગ્યા સુધી સૂતા રહે કે જેથી તેમને સવારનો નાસ્તો ન આપવો પડે. બે દિવસ લાઈનમાં ઊભા રહીએ ત્યારે 5 લીટર પેટ્રોલ મળે છે. સરકારે તો કહી દીધું છે કે 22 જુલાઈ સુધી ફ્યૂઅલ નહીં આવે. 103 રૂ. લિટરવાળું પેટ્રોલ બ્લેકમાં 550 રૂ.માં વેચાઈ રહ્યું છે. શ્રીલંકાની 2.2 કરોડની વસતીમાં પરેરા જેવા અનેક લોકો છે જેમનામાં સરકાર વિરુદ્ધ અત્યંત આક્રોશ છે. શૈક્ષણિક સંસ્થાનો બંધ છે. અનેક કલાકો સુધી વીજકાપ રહે છે. અગાઉ ભારત તરફથી લોન તરીકે મળેલા 6 હજાર કરોડ રૂ. પણ સમાપ્ત થઇ ચૂક્યા છે. શ્રીલંકાએ મિડલ ઈસ્ટથી લઈને રશિયાને પણ મદદ કરવા અપીલ કરી છે.

(7:20 pm IST)