Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

રાત્રીના સમયે વનસ્પતિના સુકાઈ જતા પાનને લઈને વૈજ્ઞાનિકોએ કર્યું સંશોધન

નવી દિલ્હી: રાત્રીના સમયે વનસ્પતિના પાન દિવસની સરખામણીમાં ઝુકેલા હોય છે. પાન નીચેની તરફ ઝુકેલી રહેતી હોવાથી વનસ્પતિ સૂઇ ગઇ છે એમ માનવામાં આવે છે પરંતુ વૈજ્ઞાનિકોએ અલગ જ રહસ્ય શોધ્યું છે. રાત્રે વૃક્ષો અને નાના છોડની શાખાઓ અને પાનમાં દૈનિક પેટર્ન બદલી નાખે છે પરંતુ આ કેમ થાય છે એ અંગે હજુ સુધી સ્પષ્ટ ન હતું.

વૈજ્ઞાનિકોએ આ શોધવા માટે વૃક્ષોની ટેરેસ્ટ્રિયલ લેઝર સ્કેનિંગના આંકડાઓનું પૃથ્થકરણ કર્યુ હતું. પાન અને શાખાઓમાં ભેજ(પાણી)ની સ્થિતિમાં થતા ફેરફારથી પાન નીચેની તરફ ઝુકી જાય છે. જો કે આ પરીવર્તન વનસ્પતિની પ્રજાતિ પર આધારિત છે. એક અંદાજ મુજબ કેટલીક વૃક્ષની પ્રજાતિમાં આ ઝુકાવ 20 સેન્ટીમિટર જેટલો હોય છે. રાત્રીની સમયે વનસ્પતિ તેના પાંદડાની અંદર પાણીનો સંગ્રહ કરે છે આથી તેના વજનમાં વધારો થાય છે. વજન વધવાથી જ વનસ્પતિ નીચેની તરફ ઝુકે એ સ્વભાવિક જ છે. ટેરેસ્ટ્રિયલ લેઝર સ્કેનિંગ ટેકનિક એક રિમોટ સેન્સિંગ ટેકનિક છે. જે મિલીમીટર સુધીની લંબાઇને પણ માંપી શકે છે અને થ્રી ડી ઇમેજ ઉભી કરે છે. આ ટેકનિકની મદદથી વારંવાર લેવામાં આવતા માપના આધારે વનસ્પતિમાં થતા પર્યાવરણીય ફેરફારનો સ્ટડી કરવો શકય બન્યો છે.આથી જ તો વૈજ્ઞાનિકોએ વૃક્ષના પાન તથા ડાળીઓમાં રાત્રે થતા ફેરફારને સમજવા માટે આ ટેકનિકનો ઉપયોગ કર્યો હતો. યુનિવર્સિટી ઓફ ઇસ્ટર્ન ફિનલેન્ડ સાથે સંકળાયેલા સામુલી જુન્ત્તલાનું માનવું છે કે આના આધારે વૃક્ષની અંદર પાણી અંદર કેવી રીતે વહે છે તે જાણી શકાય છે. એક અનુમાન અનુસાર જળવાયુ પરીવર્તનના લીધે પાણીના જથ્થા પર અસર થાય તેવી શકયતા છે. આથી સરેરાશ વૃક્ષો પાણીની ખેંચ અનુભવતા થશે. ફિનલેન્ડ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલું આ સંશોધનસ જર્નલ ફોરેસ્ટમાં પ્રકાશિત થયું છે.

(7:18 pm IST)