Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

૩ર બર્ગર ઝાપટી ગયા

પ૪ કિલોનાં આ બહેન ૧૦ મિનિટમાં

વોશિંગ્ટન તા. પ :.. અમેરિકાના વોશિંગ્ટનમાં દર વર્ષે ચોથી જૂલાઇએ યોજાતી ઇટિંગ કોમ્પિટીશનમાં આ વર્ષે પણ ચોંકાવનારૃં પફોર્મમન્સ આપનારા ખાનારા મળી આવ્યા હતાં. ઝેડ-બર્ગર આઉટલેટમાં યોજાયેલી આ દસમી ઇટિંગ કોમ્પિટીશનમાં કેલિફોર્નિયાની મોલી શૂલર નામની મહિલા બાજી મારી ગઇ હતી. ચાર બાળકોની મા એવી મોલી દેખાવમાં પાતળી સરખી છે. વજન માત્ર પ૪ કિલો જેટલું છે., પરંતુ કોમ્પિટીટીવ ઇટિંગ દરમ્યાન તેણે દસ મીનીટમાં અધધધ ૩ર બર્ગર્સ ચટ કરી લીધા હતાં. દસ મીનીટ પછી તેનું પેટ જાણે તે પ્રેગ્નન્ટ હોય એમ ફુલી ગયું હતું. નવાઇની વાત એ હતી કે સ્પર્ધાના જજીઝને પણ એનો અંદાજો નહોતો. તેમના મતે કોઇ વ્યકિત વધુમાં વધુ ૩૦ બર્ગર્સ ખાઇ શકે એમ હતા એટલે તેમણે ૩૦ નંબર સુધીના પાટીયા જ બનાવડાવ્યા હતાં. મોલી જયારે ૩ર બર્ગર્સ ઓહિયાં કરી ગયા ત્યારે જજે પણ હાથેથી નંબર લખીને પાટીયું બનાવવું પડયું હતું.

(3:41 pm IST)