Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

તમે જાણો છો ?

કુદરતમાં તમને સજા નરવા રાખવાની શકિત છે?

જે લોકો કુદરતના ખોળે અવારનવાર  જતા હોય, ફરતા હોય, ડુબી જતા હોય તેમને કુદરત હમેશ સાજા નરવા રાખવા મદદ કરે છે. કારણ કે અંતે તો આપણે ત્યાંથી જ આવ્યા છીએ, અને આપણી હેલ્થ માટે સ્વાભાવીક એ જ આશરો બની રહે છે. વાસ્તવમાં કુદરતના ખોળે સમય પસાર કરવો એ તમારા સતત જીવંત રહેવા માટેની જડીબુટ્ટી છે.

ફિનલેન્ડ એક એવો દેશ છે જેમણે પોતાની જનતાના આરોગ્ય માટે '' દર મહિને ૫ કલાક કુદરતના ખોળે''નો રાષ્ટ્રીય કાર્યક્રમ ઘડી કાઢયો છે.

 પ્રત્યેક દેશમાં જાહેર આરોગ્ય જળવાઇ રહે, તંદુરસ્ત જનજીવન ધબકતુ રહે તે માટે જંગલો પશુ-પક્ષીઓ સહિત કુદરતના સાન્નિધ્યમાં રહેવાનું પ્રજાને શીખવાડવું આવતા વર્ષોમાં અનિવાર્ય બની જશે.

(11:22 am IST)