Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

IS એ લીધી અફઘાનિસ્તાન હુમલાની જવાબદારી

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના ઇસ્લામિક સ્ટેટથી સંબંધ સંગઠને કાબુલમાં એક દિવસ પહેલા થયેલ મોલવીની સભામાં નિશાન બનાવીને કરવામાં આવેલ આત્મઘાતી હુમલાની જવાબદારી લીધી છે અફઘાનિસ્તાનની રાજધાનીમાં ગઈ કાલે આ ઘટના બની જેમાં સાત લોકોના મોત નિપજ્યા છે અને અન્ય 20 લોકોને ઇજા પહોંચી છે પરંતુ હવે આ હુમલાની જવાબદારી ઇસ્લામિક સ્ટેટ લીધી  છે.

(6:50 pm IST)
  • ટેકનીકલ કારણોસર અમદાવાદ, ભાવનગર, સુરત ફલાઈટ એક સપ્તાહથી બંધ : ટેકનીકલ કારણોસર અમદાવાદ, ભાવનગર, સુરત વચ્ચેની ફલાઈટ એક અઠવાડીયાથી બંધ છે. એર ઓડીસા દ્વારા ફલાઈટ પુનઃ શરૃ કરવામા આવે તે માટે ભાવનગર ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. આ ફલાઈટમાં ભાવનગરથી સુરતનું વિમાની ભાડુ ૨૦૦૦ રૂ. રાખવામાં આવેલ પરંતુ હવે આ ભાડુ વધારીને ૩૦૦૦ કરવામાં આવ્યુ છે access_time 4:52 pm IST

  • હવાઇના બિગ આઇલેન્ડ પર છેલ્લાં એક મહિનાથી સક્રિય કિલાઉ જ્વાળામુખીમાં બ્લાસ્ટ હજુ પણ યથાવત: હવાઇ ઓથોરિટી મુજબ અહીં ડઝનથી વધુ નાગરિકો લાવાના કારણે ફસાયેલા છે:બિગ આઇલેન્ડના નાગરિકોને 24 કલાકમાં જ આ સ્થળ ખાલી કરી દેવાના આદેશ :તમામ લોકો વીજળી, સેલફોન કવરેજ વગર, ઉપરાંત પીવાના પાણી વગર રહે છે. access_time 1:22 am IST

  • સુનંદા પુષ્કર હત્યાકાંતઃ શશી થરૂર પર ચાલશે કેસઃ ૭ જૂલાઇએ આરોપી તરીકે કોર્ટમાં હાજર રહેશે access_time 3:22 pm IST