Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

હે ભગવાન.....આ તો ગઝબ થઇ ગયું.....ગર્લફ્રેન્ડના મોજશોખ પુરા કરવા ચીનના આ નરાધમ પિતાએ પોતાના બે વર્ષના બાળકને વેચી નાખ્યું

નવી દિલ્હી: કોઈ પણ મુશ્કેલી કેમ હોય, માતા-પિતા પોતાના બાળકોથી ક્યારેય મોઢું ફેરવી લેતા નથી, કોઈ પણ ભોગે બાળક યોગ્ય દિશામાં જાય, તેના ભણતર અને સ્વાસ્થ્ય પર કોઇ ખરાબ અસર પડે તેની કાળજી લે છે. પરંતુ ચીનમાં એક એવી ઘટના સામે આવી છે જેને સાંભળીને લોકો હેરાન છે. અહીં એક વ્યક્તિએ પોતાના પુત્રને વેચી દીધો, પણ એટલા માટે કે પોતાની ગર્લફ્રેન્ડને તે આખા દેશમાં ફેરવી શકે. જેજિલાંગ લીગલ ડેઇલીના રિપોર્ટ મુજબ, શી નામના વ્યક્તિએ પહેલી પત્ની સાથે છૂટાછેડા લઈ લીધા હતા. તેની પત્નીને પુત્રીની કસ્ટડી મળી હતી.

             જ્યારે 2 વર્ષના માસૂમ પુત્રની કસ્ટડી તેને મળી હતી, પરંતુ શી પોતાના પુત્ર પ્રત્યે મોટાભાગે ઉદાસીન રહેતો હતો. શીએ પોતાના પુત્રને પિતા અને ભાઈ પાસે છોડી રાખ્યો હતો, પરંતુ દરમિયાન તેને પૈસાની જરૂરિયાત પડી અને તે પોતાના પુત્રને લઈ ગયો અને માત્ર 17 લાખ યુઆનમાં વેચી દીધો. જ્યારે પરિવારજનો સાથે તેણે કોઈ સંપર્ક કર્યો, તો પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી દીધી. ત્યારબાદ ઘટનાનો ખુલાસો થયો. શીએ પોતાની ગર્લફ્રેન્ડ સાથે આખા ચીનમાં ખૂબ જલસા કર્યા અને ખૂબ પૈસા ખર્ચ કર્યા. જુઝોઉ શહેરમાં રહેનારા શીના સંબંધીઓએ પોલીસમાં ફરિયાદ કરી, ત્યારે જઇને પોલીસે તેની ધરપકડ કરી. એટલું નહીં, શીનો બે વર્ષનો પુત્ર પણ પોલીસે ચાંગ્સુ શહેરમાંથી શોધી કાઢ્યો છે. ચીનમાં સખત જનસંખ્યા નિયંત્રણ કાયદાને ઢીલ આપવામાં આવી રહી છે, પરંતુ સામાજિક અને આર્થિક મજબૂરીઓના કારણે હવે યુવાનો લગ્નથી ભાગી રહ્યા છે, તો છોકરીઓની સંખ્યા ઓછી હોવાના કારણે લગ્નમાં પણ મુશ્કેલી આવી રહી છે. એવામાં વધારે ઉંમરમાં નિઃસંતનતાની સમસ્યા વધી રહી છે. કારણ છે કે ચીનમાં લોકો બાળકોને દત્તક લેવાને પ્રાથમિકતા આપી રહ્યા છે.

(6:21 pm IST)
  • બંગાળના CM બન્યા બાદ તરત મમતા બેનર્જીની કોરોના પર મોટી બેઠક : લાગુ પાડ્યાં નવા પ્રતિબંધો : આવતીકાલથી લોકલ ટ્રેન બંધ રાખવાનો નિર્ણય : શોપિંગ કોમ્પલેક્સ, જિમ, સિનેમા હોલ, બ્યુર પાર્લર, પૂલ બંધ access_time 11:53 pm IST

  • મહેસાણા શહેરની જાહેર જનતાને જણાવવાનુ કે, કોરોના વાયરસના વધતા સંક્રમણને અટકાવવા માટે ગૃહ વિભાગ, ગાંધીનગર (ગુજરાત સરકાર) ના જાહેરનામા ક્રમાંક વિ-૧૧૦૨૦૨૦ ૪૮૨-૭ તા.૪૨૦૨૧ મુજબ તા.૧૨,૦૫/૨૦૧ સુધી ફકત મેડીકલ સ્ટોર, દુધ કેન્દ્ર, કરીયાણાની દુકાની, અનાજ દળવાની ઘંટી તથા જાહેરનામા માં પરવાનગી આખ્યા મુજબના એકમો જ ખુલ્લા રાખી શકાશે. આ સિવાયના તમામ એકમો બંધ રાખવાના રહેશે અને જો જાહેરનામા માં મંજુરી આપ્યા સિવાયના એકમો ખુલ્લા જણાશે તો જાહેરનામા નાં ભંગ બદલની કાર્યવાહી ક૨વામાં આવશે તથા સેવા એકમો સીલ ક૨વામાં આવશે. જેની તમામ વેપારી એકમોએ નોંધ લેવી. access_time 8:58 pm IST

  • પોરબંદરમાં આજે ર૩ મૃતદેહને અન્‍નસંસ્‍કાર કરાયો હતો જેમાં ર કોરોનાનો સમાવેશ થાય છે access_time 11:23 pm IST