Gujarati News

Gujarati News

News of Tuesday, 5th May 2020

વૈજ્ઞાનિકોએ શોધ્યો નવો માઇક્રોબ:બચી શકાશે મેલેરિયાના ચેપથી

નવી દિલ્હી: વિજ્ઞાનીઓએ એવો માઇક્રોબ શોધી કાઢ્યો છે જે સંપૂર્ણપણે મચ્છરોને મૅલેરિયાના ચેપથી બચાવી શકે.કેન્યા અને યુ.કે.માં કામ કરી રહેલી ટીમનું કહેવું છે કે શોધને કારણે મૅલેરિયાના રોગને અટકાવવામાં "જબરદસ્ત શક્યતા" ઊભી થઈ છે.મૅલેરિયા ચેપગ્રસ્ત મચ્છર કરડે તેના કારણે થાય છે, એટલે મચ્છરને ચેપથી બચાવી લેવાય તો લોકો પણ સલામત થઈ જાય.સંશોધકો હવે બાબતની તપાસ કરી રહ્યા છે કે ચેપગ્રસ્ત મચ્છરોને જંગલોમાં છોડી દેવા કે પછી રોગને અટકાવવા માટે બીજકણનો ઉપયોગ કરવો.

            મૅલેરિયા અટકાવતા જંતુ (બગ) માઇક્રોસ્પૉરિડિયા એમબીની શોધ કેન્યાના લેક વિક્ટોરિયા પાસે મચ્છરોના અભ્યાસ દરમિયાન થઈ હતીજીવડાંના આંતરડાં અને જનેન્દ્રિયોમાં બગ રહે છે.

પરંતુ સંશોધકોએ જોયું કે મૅલેરિયાના વાહક મચ્છરોમાં માઇક્રોસ્પૉરિડિયા બિલકુલ જોવા મળતા નહોતા. માઇક્રોબ મચ્છરોને પણ મૅલેરિયા સામે રક્ષણ આપી શકે છે તેવું સંશોધનમાં જોવા મળ્યું, જેના વિશેનો અભ્યાસ લેખ નેચર કૉમ્યુનિકેશન્સમાં પ્રગટ થયો છે.

(6:30 pm IST)