Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

તો આજકાલ નહીં પરંતુ આટલા વર્ષો પહેલાથી જ થઇ હતી ઇમોજીની શોધ

નવી દિલ્હી: જો તમે એવુ માનતા હોવ કે ઈમોજી (Emoji) આજના જમાનાની દેન છે તો આ વીડિયો તમારે ચોક્કસથી જોવો જોઈએ. કારણકે ઈમોજીની શરૂઆત 17મી શાતાબ્દીમાં જ થઈ ચૂકી હતી. 2014માં અંગ્રેજી વેબસાઈટ 'ધ એટલેન્ટિક'માં છપાયેલા એક લેખમાં જણાવાયું કે, 1648માં લખવામાં આવેલી એક કવિતા મળી છે. જેમાં સ્માઈલીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 'ટુ ફોર્ચ્યુન' નામની આ કવિતાની બીજી લાઈનમાં સ્માઈલી બનેલુ જોવા મળ્યું. જેનો અર્થ એમ થાય છે કે ઈમોજીનો ઉપયોગ આજકાલથી નહીં પરંતુ 200 વર્ષ પહેલાથી થતો આવ્યો છે. અત્યારની વાત કરવામાં આવે તો પહેલી ઈમોજી 17 જુલાઈ, 1999માં જાપાનનાં કલાકાર શિગેટાકા કુરિતા (Shigetaka Kurita)એ બનાવી હતી. શિગેટાકા જાપાનની મોબાઈલ કંપની ડોકોમો (DOCOMO)ના ઈન્ટરનેટ પ્લેટફોર્મને તૈયાર કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે 176 પ્રકારના ઈમોજી તૈયાર કર્યા જે સરળ રીતે માહિતી પહોંચાડવામાં મદદરૂપ થઈ શકે.

        આ ઈમોજી હાલ ન્યૂયોર્કના મોર્ડન આર્ટ સંગ્રહાલયનો એક હિસ્સો છે. શિગોટાકાએ એવા ઈમોજી બનાવ્યા જે મોસમનો હાલ, ટ્રાફિક, ટેક્નોલોજી જેવી બેઝિક વાતો દર્શાવી શકે. ધીમે ધીમે ઈમોજીનો ઉપયોગ અન્ય કંપનીઓ પણ કરવા લાગી. 2007માં ગૂગલની સોફ્ટવેર ઈન્ટરનેશનલાઈઝ ટીમે ઈમોજીની યુનિકોડ કોન્સર્ટ (Unicode consent) પાસે માન્યતા મેળવવા માટેની અરજી આપી. યુનિકોડ કોન્સર્ટ દુનિયાના દરેક કોમ્પ્યુટરના ટેક્સ્ટ સ્ટાન્ડર્ડમાં સમાનતા જાળવી રાખવાનું કામ કરે છે. એટલે કે તમે આ કંપનીને કોમ્પ્યુટરની દુનિયાનું સંયુક્ત રાષ્ટ્ર પણ કહી શકો છો. તમે જે ભાષામાં તમારી વાત લખો છો, તે દુનિયાના દરેક પ્લેટફોર્મ પર એક સરખી દેખાય તેની જવાબદારી યુનિકોડની હોય છે. 2010માં યુનિકોડે ઈમોજીને સ્ટાર્ન્ડરાઈઝ્ડ કર્યુ, જ્યારબાદ ઈમોજી પોતે એક ભાષા બની ગઈ. જેથી તમે કોઈને યલો કલરનું સ્માઈલી ફેસ ઈમોજી મોકલશો તો તેને એ જ મળશે. આમ કરવુ પહેલા સરળ ન હતુ.

(6:12 pm IST)