Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

દુનિયાની સૌથી મોંઘી ટેટી જોઇ છે ? ટેટીની કિંમતમાં તો આવી જાય છે એક ફલેટ અને ૩ હોન્ડા સિટી કાર

ટોકીયો,તા. ૫: ફળ કેટલું મોંઘું હોઈ શકે? હજાર, બે હજાર, ૧૦ હજાર, લાખ .! આપણે અહીં જે ફળની વાત કરી રહ્યા છીએ તેની કિંમત સાંભળીને ઉડી જશે હોશ, આપણે વાત કરી રહ્યા છીએ ટેટીની, જાપાનમાં આ ફળની કિંમત લાખો રુપિયા છે. તેને દુનિયાની સૌથી મોંઘી ટેટી કહેવામાં આવે છે. તમને તે જાણીને આશ્ચર્ય થશે કે બે ટેટી પહેલી વખત ૩૩ લાખ રુપિયાથી વધુ કિંમત પર હરાજી થઇ હતી. આટલા પૈસામાં તો દિલ્હી જેવા શહેરમાં એક ફ્લેટ આવી જાય છે. આટલા પૈસાથી તમે સારી કાર ઘરે લાવી શકો છો.

જાપાનની મોંઘી ટેટી ઘણીવાર વિશ્વભરમાં ચર્ચા બનાવે છે. નવી માહિતી એ છે કે હવે તેમની ખેતી મલેશિયામાં પણ થઈ રહી છે. મલેશિયાના પુત્રાજાયા સ્ટેટમાં મોનો પ્રીમિયમ મેલન નામની સંસ્થાએ જાપાનથી તેના બીજ મંગાવીને કરીને ખેતી શરૂ કરી છે. હકીકતમાં, ૨૦૧૯માં, યુબારી કિંગ કિસ્મની ૨ ટેટીની હરાજી ૩૩ લાખ રુપિયાથી વધું કિંમત પર થઈ હતી, જેની ચર્ચા વિશ્વભરમાં થઈ હતી. આ પછી મલેશિયામાં લોકો તેની તરફ આકર્ષિત થયા અને ખેતી શરૂ કરી.

હવે તમને આશ્ચર્યચકિત થશે કે આ જાપાનીઝ ટેટી કેમ ખર્ચાળ છે! ખરેખર યુબારી ટેટી જાપાનમાં ખૂબ જ લોકપ્રિય છે. અહીં તેની ખરીદી ફકત તેને ખાવા માટે કરવામાં આવતી નથી, પરંતુ સમાજમાં પ્રતિષ્ઠા વધારવા માટે કરવામાં આવે છે. આ ફળોને ત્યાં પ્રતીક તરીકે જોવામાં આવે છે. લોકો કોઈ ખાસ પ્રસંગે તેમના ખાસ મિત્રો સંબંધીઓને ભેટ આપવા માટે ખરીદી કરે છે. આવી સ્થિતિમાં તેમની કિંમતમાં ઘણો વધારો થાય છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે અહીં આ ટેટી પર હરાજી લગાવીને કેમ ખરીદવામાં આવ્યા છે. તમે તેને સામાન્ય બજારમાં ખરીદી કરી શકતા નથી. આ ટેટી ખરીદવાની હરાજીની પ્રક્રિયા છે. હરાજી દરમિયાન ફકત સૌથી વધુ બોલી લગાવનારને તે મળે છે.

મલેશિયામાં તેની ખેતી વિશે વાત કરીએ તો હવામાન પ્રમાણે બીજ પસંદ કરવાનું મુશ્કેલ કાર્ય છે. મલેશિયામાં તે હાઇડ્રોપોનિકસ પદ્ઘતિનો ઉપયોગ કરીને ગ્રીનહાઉસમાં વાવેતર કરવામાં આવે છે. આ પદ્ઘતિથી માટી જરૂર નથી. ટેટીને હાઇડ્રોપોનિકસ પદ્ઘતિ દ્વારા પાણી અને ખાતર નાખવામાં આવે છે. ભારતમાં પણ હાઈડ્રોપોનિકસ પદ્ઘતિથી ખેતીની પ્રણાલી વધી રહી છે.

(10:03 am IST)