Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

આ દેશમાં મહિલાઓને આપવામાં આવે છે મફમાં સેનેટરી પ્રોડક્ટ

નવી દિલ્હી: મહિલાઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સ્કોટલેન્ડની સરકારે એક મોટું પગલું લીધુ છે. આ બિલ અંતર્ગત સ્કોટલેન્ડની દરેક મહિલા નાગરિકને ટૂંક સમયમાં જ મફત ટેંપોન અને સેનેટરી નેપકીન આપવામાં આવશે. આ બિલને પાસ કરવા માટે સંસદમાં હાજર 112 સભ્યોએ મંજૂરી આપી છે. ભારતની વાત કરીએ તો આજે પણ અહીં ગરીબ મહિલાઓ માટે કરવામાં આવી રહેલા તમામ પ્રયત્નો નિષ્ફળ થતા દેખાઈ રહ્યા છે.

                સેનેટરી ઉત્પાદ બિલ સ્કોટલેન્ડના પ્રસ્તાવ મંત્રી મોનિકા લેનને સંસદમાં રજૂ કર્યું હતું. સંસદમાં હાજર 112 લોકોએ પહેલા ચરણમાં તેને મંજૂરી આપી દીધી છે. હવે આ બિલને આગળ વધારવામાં આવશે. આ કાયદાના બન્યા બાદ સામુદાયિક ભવન, યૂથ ક્લબ અને મેડિકલ સ્ટોર સહિત ઘણી સાર્વજનિક જગ્યાઓમાં સેનેટરી નેપકિન મફત મળશે. આ પહેલા પણ વર્ષ 2018માં સ્કોટલેન્ડ સરકારી સ્કૂલોમાં મફત સેનેટરી ઉત્પાદનો આપનારો પહેલો દેશ બની ચુક્યો છે. આ બિલમાં વાર્ષિક 22 કરોડ રૂપિયાનો ખર્ચ આવનારો છે.

(5:59 pm IST)