Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

૩૦ ફીટ અન્ડર ધસી ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું

ન્યુયોર્ક તા. ૫ : સ્કુબા ડાઇવર્સની પ્રેમ કહાનીમાં સમુદ્ર અને પાણીથી વિશેષ શું હોઈ શકે? વર્જિનિયાના રહેવાસી ઇથન સ્ટુડેનિકે પાણીમાં દરિયાની સપાટીથી ૩૦ ફીટ ઊંડે ગર્લફ્રેન્ડ સમક્ષ લગ્નની દરખાસ્ત મૂકી હતી. ૩૦ વર્ષનો ઇથન આ ક્ષણ માટે છેલ્લા પાંચ વર્ષથી તેયારી કરી રહ્યો હતો. લગ્નની દરખાસ્ત માટેની વીંટીને તેણે દરિયાઇ છીપની બનેલી ડબ્બીમાં છુપાવીને મૂકી હતી. મોર્ગન વ્હીટેકર સાથેના ૧૦ વર્ષના પ્રણય સંબંધ પછી લગ્નની દરખાસ્ત મૂકવાની આ અદ્ભુત ક્ષણોને તેમના મિત્રો દ્વારા કેમેરામાં ઝીલી લેવામાં આવી હતી.

ઇથનની દરખાસ્તને મોર્ગને હા પાડતાં જ તેમણે પાણીમાંથી બહાર આવતાં પહેલાં પોતાની ખુશીનો એકરાર કર્યો હતો. ઇથનને પાંચ વર્ષ પહેલાં આવી એકદમ જ અનોખી રીતે મોર્ગનને પ્રપોઝ કરવાનો વિચાર આવ્યો હતો અને આ માટે તેમણે તે બંને પહેલી વાર જયાં મળ્યા હતાં તે જ સ્થળ પર પસંદગી ઢોળી હતી. પોતાની દરખાસ્તને વધુ રોમાંચક બનાવવા ઇથને તેમની પહેલી મુલાકાતના દરિયામાં પહેરવાના ચશ્મા ક્રશ કરીને તેને વીંટીમાં મઢાવ્યા હતા. ઇંથન અને મોર્ગન ૨૦૦૮માં મળ્યા હતાં અને હવે એપ્રિલમાં બંને લગ્ન કરવા વિચારી રહ્યાં છે.

(3:38 pm IST)