Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

આ લે લે... ચીનના ભિખારીઅે પૈસા ગણવા માટે નોકર રાખ્યોઃ મહિને લાખોની કમાણી

બેઇજીંગઃ શું તમે અેવું વિચારી શકો કે કોઇ ભિખારીની કમાણી મહિને લાખો રૂપિયાની હોય અને તે ભિખારી પણ પૈસા ગણવા કોઇ નોકરને રાખી શકે ?  ચીનનો અેક કરોડપતિ ભિખારી ફક્ત એટલા માટે ચર્ચામાં  આવી ગયો છે કારણ કે તેની એક મહિનાની આવક એટલી છે કે તેને ગણવા માટે તેણે અન્ય લોકોની મદદ લેવી પડે છે. એટલું જ નહી આ કામ માટે તે લોકોને ટિપ્સ પણ આપે છે. આ ભિખારી એક મહિનામાં એક લાખ રૂપિયા કમાય છે.

આ શખ્સ જ્યાં પણ ભીખ માંગવા બેસે છે ત્યા તેની સામે નોટોના ઢગ ખડકાઇ જાય છે. કહેવામાં આવે છે કે આ ભિખારી પર લોકો કંઇક વધારે જ મહેરબાન છે. એટલા માટે જ ભીખમાં મળતી રકમથી આ શખ્સે બેઇજિંગમાં બે માળનું મકાન ઉભુ કરી લીધું છે. આ ઉપરાંત તેના ત્રણ બાળકો શહેરની એક મોટી સ્કૂલમાં અભ્યાસ કરે છે.

પરિવારનો તમામ ખર્ચ આ શખ્સની કમાણી  માંથી ચાલે છે. આ શખ્સ ભીખ માંગીને ફક્ત એક જ મહિનામાં એક લાખ રૂપિયા કમાઇ લે છે.

આ શખ્સ ભીખ માંગીને એકઠી કરેલી રકમ જ્યારે પોસ્ટ ઓફિસમાં જમા કરાવવા જાય છે ત્યારે તેને ગણવા માટે સ્થાનિક કર્મચારીની મદદ લેવી પડે છે અને આ કામ માટે તે કર્મચારીઓને પૈસા પણ આપે છે.

આ ભિખારી 100 ચીની યુઆન એટલે કે 900 રૂપિયા ટિપ તરીકે આપે છે. તેવામાં ચીનમાં જ એક ભિખારી એવો છે જે ભીખ માંગે છે પરંતુ તેની પાસે આઇફોન છે. લોકો તેના હાથમાં આઇફોન જોઇને આશ્વર્યચકિત થઇ જાય છે.

(7:20 pm IST)