Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

બુરખામાં મેરેથોનઃ સાઉદી બદલી રહયું છે

સાઉદી અરબમાં મહિલાઓને એક પછી એક અધીકારો મળી રહયા છેે. શનિવારે સાઉદી અરબમાં મહિલાઓ માટે પહેલીવાર મેરેથોન દોડ'' અલ અહસા''નેું આયોજન કરવામાં આવ્યું હતું આ મેરેથોન દોડમાં લગભગ ૧૫૦૦ મહિલાઓએ ભાગ લીધો હતો. જયારે ૨૦૦૦થી વધુએ રજીસ્ટ્રેશન કરાવેલ. લગભગ ૩ કિ.મી. લાંબી મેરેથોન ૨૮ વર્ષીય ગ્રાફિક ડિઝાઇનર મિજના અલ નસરે ૧૫ મીનીટમાં પુરી કરી વિજેતા બની હતી. નસરે  જણાવ્યું હતુ કે હવે તે ટોકીયોમાં ૨૦૨૦માં યોજનાર ઓલંપીકમાંં સાઉદી અરબનું પ્રતિનિધિત્વ કરવા માંગે છે.

(11:48 am IST)