Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

ભૂટાન સરકારે ભારત સહીત બાંગ્લાદેશ અને માલદીવની પોતાના દેશમાં ફ્રી એંટ્રી બંધ કરવાનો નિર્ણય કર્યો

નવી દિલ્હી:દુનિયાનાં સૌથી ખુશ દેશ ભૂટાન જનારા ભારતીયોની ફ્રી એન્ટ્રી જલદી બંધ થવાની છે. ભૂટાન સરકારે ભારત સહિત બાંગ્લાદેશ અને માલદીવની પોતાના દેશમાં ફ્રી એન્ટ્રી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. હવે ત્રણેય દેશોથી ભૂટાનમાં જનારા યાત્રીઓએ 1200 રૂપિયા પ્રતિ દિવસ ચુકવવાનાં રહેશે. ભૂટાન સરકારે વિદેશી યાત્રીઓ પર લગાવવામાં આવતા ચાર્જને સસ્ટેનેબલ ડિવલપમેન્ટ ફી નામ આપ્યું છે. યાત્રીઓ પર ચાર્જ જુલાઈ 2020થી સમાન રીતથી લાગુ થશે.

               ભૂટાનની નેશનલ એસેમ્બલીએ મંગળવારનાં 'ટૂરિઝમ લેવી એન્ડ એગ્ઝેમ્પશન બિલ ઑફ ભૂટાન, 2020'નાં નામે પસાર કર્યું છેજો કે ભારત, બાંગ્લાદેશ અને માલદીવનાં યાત્રીઓ પાસેથી વસૂલવામાં આવતો ચાર્જ બીજા દેશોનાં યાત્રીઓ પર લાગુ થનારા ચાર્જ કરતા ઘણો ઓછો છે. ભૂટાન જનારા યાત્રીઓએ અલગથી લગભગ 17,000 રૂપિયા પ્રતિ દિવસનાં હિસાબે આપવા પડે છે.

(7:15 pm IST)