Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

૩૮૯૨ કરોડના ખર્ચે બનશે વિશ્વનું સૌથી વિશાળ હાઉસિંગ કોમ્પ્લેકસ : એમાં ૩૦૦૦૦ લોકો રહેશે

કેરો તા. ૫ : ઇજિપ્તની રાજધાની કેરોના કટ્ટામેયા નામના ઉપનગરમાં વિશ્વનું સૌથી મોટું ગણાતું સ્કાયલાઇન હાઉસિંગ કોમ્પ્લેકસ બંધાઈ રહ્યું છે. પ્રોપર્ટી ટાયકૂન મોહમ્મદ હંદીદની મદદથી ૪૨ કરોડ પાઉન્ડ (અંદાજે ૩૮૯૨ કરોડ રૂપિયા)ના ખર્ચે બંધાતા કોમ્પ્લેકસમાં ૩૫,૦૦૦ પાઉન્ડ (અંદાજે ૩૨.૪૩ લાખ રૂપિયા)ના સ્ટુડિયોથી માંડીને ૯૦,૦૦૦ પાઉન્ડ (અંદાજે ૮૩.૪૧ લાખ રૂપિયા)ના થ્રી બેડરૂમ ફલેટ્સ સહિત ૧૩,૫૦૦ અપાર્ટમેન્ટ્સ ઉપલબ્ધ રહેશે. એ હાઉસિંગ કોમ્પ્લેકસમાં શોપિંગ મોલ, સિનેમા, ૪૦ એકરનો બગીચો, સાઇકલ ચલાવવાની અલગ લેન, રેસ્ટોરાં, આઇસ સ્કેટિંગ રિન્ક, ફિટનેસ સેન્ટર, ડ્રાય સ્કી સ્લોપ પણ રહેશે. આ કોમ્પ્લેકસનું બાંધકામ ૨૦૨૫ સુધીમાં પૂરું થવાનો અંદાજ રાખવામાં આવે છે.

૧૧ માળના સ્કાયલાઇન બિલ્ડિંગનો કોમ્પ્લેકસ ૬,૫૦,૦૦૦ ચોરસ ફુટ વિસ્તારમાં બંધાશે. આ સ્કાયલાઇન હાઉસિંગ કોમ્પ્લેકસ ઇજિપ્તના ગિઝાના ગ્રેટ પિરામિડ કરતાં ચાર ગણો મોટો અને વિશાળ ગણાય છે. એ ગ્રેટ પિરામિડ ૪૦૦૦ વર્ષથી માનવસર્જિત સૌથી મોટી ઇમારતનો રેકોર્ડ ધરાવે છે.

(3:32 pm IST)