Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

માત્ર 28 લાખની વસ્તી ધરાવતા આ સૌથી નાના દેશે ચીનને આપી પડકાર

નવી દિલ્હી: આ રીતે એની વસ્તી ગુજરાતના અમદાવાદથી લગભગ અડધી છે. પણ આટલો નાનો દેશ અત્યારે દુનિયાના સૌથી ધનિક અને શક્તિશાળી દેશ ચીનને પડકારી રહ્યો છે. છેલ્લા થોડા મહિનાઓમાં લિથુઆનિયાએ તાઇવાન સાથે એના સંબંધોના ગાઢ કર્યા છે, જેનાથી ચીનના પેટમાં તેલ રેડાયું છે. લિથુઆનિયાએ તાજેતરમાં બળતામાં ઘી હોમ્યું છે અને તાઇવાનને રાજકીય દૂતાવાસ ખોલવાની મંજૂરી આપી છે. એનાથી ચીન વધુ રોષે ભરાયું છે અને લિથુઆનિયા સાથે એના રાજદ્વારી સંબંધોમાં ઘટાડો કર્યો છે. અહીં અમે તમને આ વિવાદ કે સંઘર્ષની પૃષ્ઠભૂમિ શું છે એ વિશે અને નાનકડો યુરોપિયન દેશ લિથુઆનિયા એશિયાની મહાસત્તા ગણાતા ચીન સામે કેવી રીતે બાથ ભીડી રહ્યો છે એ વિશે જણાવી રહ્યા છીએ. લિથુઆનિયા અને ચીન વચ્ચે વિવાદની શરૂઆત ચાલુ વર્ષે ઉનાળામાં થઈ હતી. તાઇવાને જાહેરાત કરી હતી કે, લિથુઆનિયામાં તાઇવાન રિપ્રેઝન્ટેટિવ ઑફિસ નામે એનું રાજકીય દૂતાવાસ શરૂ કરશે. આ જાહેરાત થયા પછી ચીનને ઑગસ્ટમાં એના રાજદૂતને લિથુઆનિયામાંથી પાછા બોલાવી લીધા હતા.

(6:17 pm IST)