Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

૪૦ ટકા અમેરિકીઓ સેકસ પછી તરત જ પોતાનો સેલફોન ચેક કરે છે

એક સર્વે મુજબ ૮૬ ટકા લોકો સેલફોન સ્ક્રોલ કરીને સૂવાની આદત ધરાવે છે

૯૦ ટકા લોકો ટોઇલેટમાં પણ મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે

ન્યૂયોર્ક, તા.૪: સેલફોન શરીરનું અવયવ જેવો બની ગયો છે. હંમેશા લોકો પોતાની સાથે જ રાખે છે. કેટલાક સમય પહેલા થયેલા એક સર્વેમાં ભારતમાં સરેરાશ દરેક નાગરીક ૪ કલાક સેલફોન પાછળ વિતાવે છે. વિકસિત હોય કે વિકાસશીલ દેશના દરેક નાગરિકોને સેલફોનનું ઘેલું લાગ્યું છે. સેલફોનમાં વપરાતું ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા રોજીંદા કામકાજ અને ઓનલાઇન બિઝનેસનો ભાગ બની ગયું છે પરંતુ અમેરિકામાં થયેલો એક સર્વે ચોંકાવનારો છે જેમાં ૪૦ ટકા લોકોએ કબૂલ્યું હતું કે ૪૦ ટકા અમેરિકીઓ સેકસ પછી તરત જ પોતાનો સેલફોન ચેક કરે છે.

સર્વમાં જોડાયેલા ત્રણમાંથી એક જણે જણાવ્યું કે ફોનના નોટિફિકેશનના કારણે ધ્યાન ભટકી જાય છે. જરુરી કામકાજ સમયે ભલે ફોનનો ઉપયોગ કરવો જરુરી છે પરંતુ અંતિમ સંસ્કાર,ઓફિસની બેઠકો અને લગ્ન સમારંભોમાં સ્માર્ટફોનને સ્ક્રોલ કરતા હોવાનું પણ સ્વીકાર્યુ હતું. સોલ્ટિએરેડ દ્વારા લગભગ ૧૧૦૦ અમેરિકી પુખ્ત નાગરિકોને સર્વમાં સામેલ કરવામાં આવ્યા હતા. સર્વ સેમ્પલ ભલે નાના પાયા પરનું હોય પરંતુ તેનું પરીણામ ચોંકાવનારા છે.

સર્વે મુજબ ૯૦ ટકા ઉત્તરદાતાઓએ કબૂલ્યું કે ટેલીવિઝન જોતી વખતે પણ સેલફોનનો વપરાશ કરે છે.  એટલું જ નહી માત્ર ૧૦ ટકા જ એવા હતા જે ટોઇલટમાં સેલફોનનો ઉપયોગ કરતા ન હતા. સવારે ઉઠયા પછી ૮૨ ટકા લોકો પોતાનો મોબાઇલ ચેક કરતા હતા જયારે રાત્રે સૂતા પહેલા ૮૬ ટકા લોકો મોબાઇલ જોઇને સૂઇ જતા હતા.  લોકો દ્યણી વાર  જે સ્થળે ફિઝિકલી હાજર હોય છે એ સ્થળે માનસિક રીતે બીજે કયાંક અટવાયેલા હોય છે.  સેલફોનના લીધે લોકોની જીવનશૈલી અને આદતોમાં બદલાવ આવી રહયો છે સર્વે તેનું પ્રતિબિંબ છે.

(9:54 am IST)