Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

પાકિસ્તાનમાં ત્રણ બોટ સહીત 18 ભારતીય માછીમારોની ધરપકડ કરવામાં આવી

નવી દિલ્હી: પાકિસ્તાને બુધવારના રોજ ત્રણ બોટ સહીત 18 ભારતીય માછીમારોની ધરપકડ કરવામાં આવી છે. આ 18 ભારતીય માછીમારો પર પાકિસ્તાની સમુદ્રી વિસ્તારમાં પ્રવેશ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ કાર્યવાહી પાકિસ્તાનની સમુદ્રી સુરક્ષા એજન્સીએ કરી હોવાનું માલુમ પડી રહ્યું છે તેમનું કહેવું છે કે સરક્રીક પાસે ત્રણ ભારતીય બોટને પકડવામાં આવી હતી.

              મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે માછલી મારનાર એક ભારતીય નાવડી સુદામા પુરી પર ફાયરિંગ કરવામાં આવી હતી આ હુમલા પછી સાત લોકોથી ભરેલ નાવડી ડૂબી ગઈ હતી.

(6:29 pm IST)