Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

૭૧ વર્ષના કાકાએ ૮ દિવસમાં ૨૪,૦૦૦ કોલ કરતાં તેમની ધરપકડ થઈ

ટોકિયો,તા.૪: જપાનના આકાતોશી આકામોતો નામના ૭૧ વર્ષના ભાઈની ધરપકડ કરવામાં આવી. એનું કારણ એ હતું કે પબ્લિક ફોન બુથ પરથી એક ટેલિકોમ કંપનીની કસ્ટમર કેરના ટોલ-ફ્રી નંબર પર એક, બે વાર કે એક-બે હજાર વાર નહીં, પણ ૨૪,૦૦૦થી વધુ વખત ફોન કર્યો. આટલું જ નહીં, જેટલી વાર ફોન કર્યો એટલી વાર તેણે કસ્ટમર કેર એકઝીકયુટિવ સાથે ઉદ્ઘતાઈથી વાત કરી હતી. માત્ર આઠ દિવસમાં તેમણે સતત ફોન કર્યે જ રાખ્યા હતા.

અલગ-અલગ પબ્લિક બુથ પરથી તેમણે આ કામ કર્યું હતું, પરંતુ કંપનીના અંદાજ મુજબ ૨૪,૦૦૦થી વધુ કોલ થઈ ગયા ત્યારે તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે પણ તેમની ધરપકડ કરી હતી. જપાનમાં વૃદ્ઘોની સંખ્યા વધી રહી છે અને તેઓ એકલા પડી રહ્યા છે એને કારણે તેઓ કાં તો એકલતા ભાંગવા માટે કાં પછી અધીરાઈથી ફરિયાદ કરવા માટે હેલ્પ લાઇનનો આવો મિસયુસ કરી રહ્યા છે એવું પોલીસનું માનવું છે.

(3:49 pm IST)