Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

બિઅર અને વાઇન પીવા માટે તમે ચીઝનો ગ્લાસ વાપરશો? કિંમત ૩,રર,૬૦ર રૂપિયા

લંડન તા. ૪: ફિનલેન્ડનો ૧૦૦મો સ્વાતંત્ર્યદિન ૬ ડિસેમ્બરે છે. એના માનમાં ફિનલેન્ડની ફિનલેન્ડિયા ચીઝ નામની કંપનીએ કંપનીના પ્રમોશન માટે ખાસ વાઇન અને બિઅર પી શકાય એવા ચીઝના ગ્લાસિસ તૈયાર કર્યા છે. બિઅર અને વાઇન બન્ને માટે અલગ-અલગ સાઇઝના ચીઝના ગ્લાસ તૈયાર કરવામાં આવ્યા છે. ગૌડા ચીઝમાંથી આ ગ્લાસ કેવી રીતે બનાવવામાં આવે છે એનો વિડિયો પણ કંપનીએ રિલીઝ કર્યો છે. જોકે એની કિંમત આંખોમાં પાણી લાવી દે એવી છે. પ,૦૦૦ ડોલર  એટલે કે લગભગ ૩,રર,૬૦ર રૂપિયાનો એક ગ્લાસ પડે છે અને એ પણ તમે પ્રેકિટકલી એક જ વાર યુઝ કરી શકો છો. ફૂડ-શિલ્પી જિમ વિકટર અને મેરી પેલ્ટને ચીઝમાંથી આ ગ્લાસ કોતર્યા છે. શિલ્પકારોનું કહેવું છે કે આ ગ્લાસ બનાવવાનું એટલે અઘરૃં છે કે તેઓ દિવસમાં ત્રણ જ પીસ બનાવી શકે છે.

(4:53 pm IST)