Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

અમેરિકામાં ચૂંટણીના પરિણામો બાદ ફેલાઈ શકે છે અશાંતિ

નવી દિલ્હી: અમેરિકામાં ફેડરલ લૉ એજન્સીઓ રાષ્ટ્રપ્રમુખ ચૂંટણીના પરિણામો આવ્યા બાદ ઊભી થનારી અશાંતિને લઈ તૈયારી કરી રહી છે. અમેરિકાની ન્યૂઝ વેબસાઇટ ધ હિલ અને ધ નેશનલ સિક્યુરિટી ઇન્ટીગ્રેશન સેન્ટર, જે આઈસીઈ, હોમલેન્ડ સિક્યુરિટી ઇન્વેસ્ટિગેશનની રાષ્ટ્રીય સુરક્ષા અને આતંકવાદ વિરોધી ઘટક છે, ગત સપ્તાહે બેલ્ટવેમાં યોજાનારા પ્રદર્શનો સંબંધમાં ચેતવણી સંબંધી ઇ-મેલ કર્યો છે. બેલ્ટવે વોશિંગટનને કવર કરતાં રાજમાર્ગને કહે છે. ૪થી ૭ નવેમ્બર સુધી, સમગ્ર શહેર વોશિંગટન ડીસીમાં સિવિલ અશાંતિની યોજના છે. ઇન્ટેલિજન્સ એજન્સીઓએ પ્રદર્શનકર્તાઓની સોશિયલ મીડિયા સાઇટો પર અનેક સંદેશાઓ પર નજર રાખી જેમાં એવા સંદેશ જોવા મળ્યા કે, જો તમે કંઈક કરવા માંગો છો તો ૪ નવેમ્બરે વોશિંગટન ડીસી આવો. એ વાતની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે અધિકારી દરેક પ્રકારની સ્થિતિનો સામનો કરવાની તૈયારી કરી રહ્યા છે.

(6:52 pm IST)