Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

બોર્નો પ્રાંતમાં વાયુ સેનાના જવાનોએ બોકો હરામના આતંકવાદીઓને ઠાર માર્યા

નવી દિલ્હી: નાઈજિરીયાના પૂર્વોત્તર પ્રાંત બોર્નો પ્રાંતમાં વાયુ સેનાના જવાનોએ બોકો હરામના એક ગુપ્ત જગ્યાને નષ્ટ કરીને તેમના ઘણા બધા આતંકવાદીઓને ઠાર માર્યા હોવાનું માલુમ પડી રહ્યું છે વાયુ સેનાના પ્રવક્તા ઇદીકુલે દરામોલાએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વાયુ સેનાદ્વારા નષ્ટ કરવામાં આવેલ આતંકવાદીઓની ગુપ્ત જગ્યા ઉતરી બોર્નોનાં લેક ચાંદમાં સ્થિત હતું.

                        મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વાયુ સેનાને માહિતી મળી હતી કે આતંકવાદીઓના એક સમૂહ સુરક્ષા બળો પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે આ સૂચના પછી સુરક્ષા બળોએ આતંકવાદીઓ વિરુદ્ધ અભિયાન ચલાવ્યું અને તેમના એક સ્થળ પર તેને નષ્ટ કરવા માટે ઘણા બધા આતંકવાદીઓને ઠાર માર્યા હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:16 pm IST)