Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

અફઘાનિસ્તાનમાં સુરક્ષા બળોની કાર્યવાહીમાં ચાર આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના ગજની પ્રાંતમાં સોમવારના રોજ સરકારી સુરક્ષા બળોની કાર્યવાહીમાં ચાર તાલિબાની આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે તેમજ અન્ય બે ને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે. 

           ગવર્નર વહિદુલ્લાહ કાલીંજેઇના પ્રવક્તાએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ગજની પ્રાંતમાં કારબાગ જિલ્લાના મલોક વિસ્તારમાં અફઘાન સુરક્ષા બળોના એક અભિયાનમાં લગભગ બપોરના ચાર વાગ્યાની આસપાસ તાલિબાની આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે તેમજ બે ઈજાગ્રસ્ત થયા છે.

(6:15 pm IST)