Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

પ્રેગ્નન્સીના છેલ્લા દિવસો સુધી બેલી ડાન્સ કરતાં આ બહેનને જોઈને દંગ રહી જશો

લંડન,તા.૪: બેલી ડાન્સિંગનું જબરું પેશન ધરાવતી લાસ વેગાસની બેલી ડાન્સર ઇન્સ્ટ્રકટર સારા લી પ્રેગ્નન્ટ થઈ એ પછી પણ તેનું બેલી ડાન્સિંગ બંધ ન થયું. તેણે બાળકીને જન્મ આપ્યો એ પહેલાં એટલે કે ગર્ભાવસ્થાના ૩૮મા અઠવાડિયામાં પણ બેલી ડાન્સ કરવાનું છોડ્યું નહોતું. તાજેતરમાં પૂર્ણ પ્રેગ્નન્સીવાળા ફૂલેલા પેટ સાથે મસ્ત મૂવ્સ કરતો વિડિયો તેણે પોતાના ઇન્સ્ટાગ્રામના 'ફિટ મોમ્સ ઓફ ઇન્સ્ટાગ્રામ' પેજ પર મૂકયો છે. એમાં સારા ડાન્સ સ્ટુડિયોમાં તેના બેબીબમ્પને મ્યુઝિકના તાલ પર લયબદ્ઘ રીતે નચાવતી જોવા મળે છે. પેટ જયારે તંગ રીતે ફૂલેલું હોય એવા સમયે પણ પેટ, હાથ અને પગની અંગડાઈઓવાળી લયબદ્ઘ મૂવ્સ જોઈને ખરેખર દંગ રહી જવાય એવું છે. આ વિડિયોને ૩૬,૦૦૦ કરતાં વધુ વખત જોવાયો છે. સારાનું કહેવું છે કે જયારે હું ડાન્સ કરતી હતી ત્યારે એવો અહેસાસ થઈ રહ્યો હતો જાણે મારું બેબી પણ મારી સાથે ડાન્સમાં જોડાઈ રહ્યું હતું અને તેને ઘણો જ આરામ અનુભવાઈ રહ્યો છે. હવે તો તે દીકરીને કાખમાં બાંધીને બેલી ડાન્સ કરતી હોય છે. ઇન્સ્ટાગ્રામ પર તેના ડાન્સ-વિડિયોની લોકોએ ભરપેટ પ્રશંસા કરી છે.

(3:34 pm IST)