Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

પાંચ બેડરૂમના એક બંગલામાં ૧૪૭ પ્લગ- સોકેટ્સ!

લંડન,તા.૪: આમ તો રોજ હજારો દ્યર વેચવાની જાહેરાત હવે સોશ્યલ મીડિયા પર મુકાતી હોય છે, પરંતુ તાજેતરમાં દક્ષિણ પૂર્વ ઇંગ્લેન્ડમાં આવેલા મિડલસેકસમાં પાંચ બેડરૂમનો બંગલો વેચવાની જાહેરાત ટ્વિટર પર મુકાઈ છે એ આજકાલ ચર્ચામાં છે. એમાં નોખી વાત છે બંગલામાં આવેલા પ્લગ-સોકેટ્સની સંખ્યા. આ દ્યરમાં એક બેડરૂમમાં લગભગ ૩૬ મળી કુલ પાંચ બેડરૂમમાં ૧૪૭ પ્લગ-સોકેટ્સ છે. આટલાંબધાં પ્લગ-સોકેટ્સનું શું કરવું હશે એ મોટો સવાલ છે. ઘરની કિંમત ૧.૩ મિલ્યન પાઉન્ડ એટલે કે લગભગ ૧૧.૮૫ કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી છે. જાહેરખબરમાં આડેધડ લગાવવામાં આવેલાં પ્લગ-સોકેટનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, પરંતુ એમાં મુકાયેલી તસવીરો પરથી લોકોમાં આ વિશેનું કુતૂહલ જાગ્યું છે.  ઉજાસવાળા અને વિશાળ પ્રવેશદ્વાર ધરાવતા અને 'પરિવારમાટે સ્વર્ગ' સમાન ગણાવાયેલા આ ઘરે સોશ્યલ મીડિયા પર દ્યણું આશ્યર્ય જગાવ્યું છે. મોટા ભાગના યુઝર્સે ઘરના માલિકે શું જોઈને આટલાંબધાં સોકેટ્સ લગાવ્યાં છે એવો પ્રશ્ન કર્યો છે.

(3:34 pm IST)